શોધખોળ કરો

C R Paatil: આગામી કેટલાક મહિના સુધી પ્રદેશ ભાજપ અધ્યક્ષની જવાબદારી સી આર પાટીલ પાસે જ રહેશે, જાણો શું છે કારણ

નવસારી બેઠક પર સી. આર. પાટીલે 7,73,551 મતોની સરસાઈ સાથે જીત્યા છે. 2009ના વર્ષે પાટીલે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી ત્યારથી લઈને આજસુધી તેમના મતોની લીડમાં સતત વધારો થતો આવ્યો છે.

C R Paatil News: ગુજરાતના રાજકારણને (Gujarat Political News) લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી કેટલાક મહિના સુધી પ્રદેશ અધ્યક્ષની (Gujarat  BJP President) જવાબદારી સી.આર.પાટીલ ( C R Paatil) પાસે જ રહેશે. સંગઠન પર્વ પૂર્ણ થાય ત્યાં સુધી નવી નિમણુક નહીં થાય. સંગઠન પર્વ દરમિયાન મંડળ, શહેર, જિલ્લા, પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષા સુધી માળખું બદલાય છે.

નવસારી બેઠક (Navsari Lok Sabha Seat Results 2024) પર સી. આર. પાટીલે 7,73,551 મતોની સરસાઈ સાથે જીત્યા છે. 2009ના વર્ષે પાટીલે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી ત્યારથી લઈને આજસુધી તેમના મતોની લીડમાં સતત વધારો થતો આવ્યો છે. નવસારી લોકસભા બેઠક 2008માં થયેલા મતક્ષેત્રના નવા સિમાંકન બાદ અમલમાં આવી છે. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. ભાજપ દ્વારા 2009થી આ બેઠક પર જીતતા આવેલા સી.આર. પાટીલને રિપીટ કરવામાં આવ્યા હતા. 2019માં અહીંથી કોંગ્રેસે કોળી કાર્ડ ખેલ્યુ હતુ. આ બેઠક પર કોળી સમાજની બહુમતિ છે. આથી કોંગ્રેસ દ્વારા કોળી સમાજના યુવાન નેતા અને વિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. 2019ની ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668ના મતોથી હરાવ્યા હતા.

ગુજરાત પોલીસમાં 14 વર્ષથી કોન્સ્ટેબલ

મહારાષ્ટ્રના જલગાંવમાં 1955માં જન્મેલા સીઆર પાટીલ ભાજપમાં જોડાતા પહેલા ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા. ભાજપમાં જોડાતા પહેલા તેઓ એક સહકારી બેંક પણ ચલાવતા હતા. પાટીલે ગુજરાત પોલીસમાં 14 વર્ષ સેવા આપી અને 1989માં ભાજપમાં જોડાયા.

નવસારીમાં ચમત્કાર કર્યો

પાટીલ 2009માં નવસારીથી લોકસભાની ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેમના નામનો પ્રસ્તાવ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આ પછી તેઓ 2014માં નવસારી બેઠક પરથી પણ જીત્યા હતા અને 2019માં તેમણે સૌથી મોટી જીત હાંસલ કરવાનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

2020માં પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળી

ભાજપનો અભેદ્ય કિલ્લો કહેવાતા ગુજરાતમાં સીઆર પાટીલને 2020માં પ્રદેશ અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીતમાં દરેક વ્યક્તિ તેમની સંગઠનાત્મક કુશળતાના ચાહક બની ગયા હતા. ગુજરાત ભાજપ પ્રમુખની જવાબદારી નિભાવી રહેલા પાટીલની ટિકિટ કપાઈ શકે તેવી અટકળો વહેતી થઈ હતી. વાસ્તવમાં ભાજપમાં એક વ્યક્તિ, એક પદનો સિદ્ધાંત લાગુ પડે છે, પરંતુ પાર્ટીએ તેમને ફરીથી ઉમેદવાર બનાવીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

ગુજરાતના ભાજપના અમીર નેતાઓની યાદીમાં સીઆર પાટીલનો સમાવેશ થાય છે. સંસદની વેબસાઈટમાં તેમને ખેડૂત અને વેપારી તરીકે વર્ણવવામાં આવ્યા છે.  તેમની પત્નીનું નામ ગંગા પાટીલ છે. તેમને એક પુત્ર અને ત્રણ પુત્રી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
Embed widget