VADODARA : શિનોરના કુકસ ગામના મેળામાં ચોરી કરતી 5 મહિલાઓ ઝડપાઇ
Vadodara News : શિનોર પોલીસે કલમ 109 મુજબ ચારેય ચોર મહિલાઓની અટકાયત કરી.
Vadodara : વડોદરાના શિનોર તાલુકાના કુકસ ગામે મેળામાં ચોરી કરતી પાંચ મહિલાઓ ઝડપાઇ છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના કુકસ ગામે પૂ.નાયાજી મહારાજના મંદિરે ભરાયેલા ભાદરવા બીજના મેળામાંથી ચોરી કરતી 5 મહિલાઓની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. સ્થાનિક લોકોએ મેળામાં ચોરી કરતી આ મહિલા ગેંગને રંગે હાથ ઝડપી હતી અને પોલીસને હવાલે કરી હતી. મેળામાં ચોરી કરતી આ મહિલા ચોરની ટોળકી સુરતની હોવાનું બહાર આવ્યું છે. આ પાંચેય મહિલા ચોર સુરત રેલવેસ્ટેશન વિસ્તારમાં રહે છે. શિનોર પોલીસે કલમ 109 મુજબ ચારેય ચોર મહિલાઓની અટકાયત કરી આગળની તાપસ હાથ ધરી છે.
વડોદરામાં 62 વર્ષના આધેડે મંદબુદ્ધીની મહિલાને ઢોર માર મારી આચર્યું દુષ્કર્મ
વડોદરાના પાદરા તાલુકાના એક ગામમાં સમાજના કલંકરૂપ ઘટના સામે આવી છે. એક વૃદ્ધે હેવાન બની કાળુ કામ કર્યું છે. ૬૨ વર્ષના હવસખોરે મંદ બુદ્ધિ યુવતી દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર યુવતી મંદબુદ્ધિ અને પરિણીત હતી પરંતુ છુટાછેડા બાજ પિયરમાં રહેતી હતી.
સેજાકુવા ગામના મથુર નામના આધેડે મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. એટલું નહીં યુવતીને ઢોર માર મારી નાક પર ફેક્ચર કરી શરીરે ઇજાઓ પણ પહોંચાડી હતી. યુવતી મદદ માટે બુમો મારતી રહી અને આધેડ યુવતીને માર મારતો રહ્યો. હાલમાં યુવતીને સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાની તમામ 5 બેઠકો જીતવા કોંગ્રેસે કમર કસી
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 (Gujarat Assembly Election 2022)ની વિધાનસભા ચૂંટણીને લઈ વડોદરા શહેરની તમામ 5 વિધાનસભા બેઠક પર વિજય મેળવવા કોંગ્રેસ પાર્ટી કમર કસી રહી છે. મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુ અને સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં વડોદરા કોંગ્રેસની સંકલન અને કારોબારીની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન ટીકીટ માટેના દાવેદારો પણ ઉત્સાહિત દેખાયા હતા.
આજે 28 ઓગસ્ટે વડોદરા કોંગ્રેસ ઓફિસ ખાતે સંકલન બેઠક મળી હતી. કોંગ્રેસના મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ, વડોદરા શહેર પ્રભારી પંકજ પટેલ અને સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં શહેરના સિનિયર નેતાઓ જોડાયા હતા. 4 સપ્ટેમ્બરે મોંઘવારીના વિરોધમાં ચલો દિલ્હીના કાર્યક્રમ સાથે 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીના અમદાવાદના પ્રવાસ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં 5 અને જિલ્લામાં 5 એમ કુલ 10 વિધાનસભા બેઠકો છે. જેમાંથી હાલ ફક્ત એક પાદરા બેઠક કોંગ્રેસ પાસે છે. હવે કોંગ્રેસે વડોદરા શહેરની તમામ 5 વિધાનસભા બેઠકો જીતવા માટે કમર કસી છે.