શોધખોળ કરો

વડોદરાઃ 65 વર્ષના પુરૂષને 30 વર્ષથી હતા લગ્નેતર સંબંધ, અચાનક પત્નિને આ સંબંધોની કઈ રીતે પડી ખબર ? પછી શું થયું ?

વડોદરાના આઇપીસીએલ રોડ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય પુરૂષ અને તેમનાં પત્નિને ત્રણ સંતાનો છે. સંતાનોના લગ્ન પણ થઇ ગયા છે અને તેમને ત્યાં પણ બાળકો છે.

વડોદરાઃ વડોદરામાં સિનિયર સિટિઝન દંપતીમાં પત્નિને પતિના વરસોથી ચાલતા અન્ય મહિલા સાથેના સંબંધોની ખબર પડી જતાં ડીપ્રેશનમાં આવી ગયેલાં મહિલાએ મહિલા હેલ્પલાઈન પાસે મદદ માંગી હતી. અભયમના મહિલા કાઉન્સેલર અને મહિલા પોલીસે બંનેનું કાઉન્સેલિંગ કરીને વૃધ્ધને સમજાવતાં તેમણે છેવટે આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાની લેખિતમાં ખાતરી આપતાં સમાધાન થયું હતું. વડોદરાના આઇપીસીએલ રોડ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય પુરૂષ અને તેમનાં પત્નિને ત્રણ સંતાનો છે. સંતાનોના લગ્ન પણ થઇ ગયા છે અને તેમને ત્યાં પણ બાળકો છે. બંનેનું લગ્નજીવન સુખી હતું ત્યાં એક દિવસ મહિલાના હાથમાં તિજોરીના એક ખૂણામાં કપડાં નીચે સાચવીને મૂકેલું બંધ કવર આવી ગયું હતું. તેમણે કવર ખોલ્યું તો અંદરથી પતિના પ્રેમપત્રો નિકળ્યા હતા. પતિએ સાચવી રાખેલા એ પ્રેમપત્રો વાંચતા પતિના 30 વર્ષથી ચાલતા એક મહિલા સાથેના પ્રેમ સંબંધોની વિગતો મળી હતી. આ પત્રો વાંચીને મહિલા ડિપ્રેશનમાં આવી ગયાં હતાં. તેમને આપઘાત કરી લેવાના વિચારો આવતા હતા તેથી છેવટે તેમણે મહિલા હેલ્પલાઈન અભયમને ફોન કરી મદદ માંગી હતી. અભયમના કાઉન્સેલર અને મહિલા પોલીસે તેમને સાંભળ્યા હતા. સિનિયર સિટિઝન મહિલાએ અભયમને કહ્યું હતું કે, 40 વર્ષથી હું અને મારા પતિ એકબીજા માટે પ્રેમભાવ રાખીએ છીએ તે જોતાં આ પ્રેમ પત્રો તેમના હોય તેમ માની શકતી નહતી પણ પત્રો વાંચતી ગઇ તેમ તેમ મને વિશ્વાસ આવી ગયો કે, આ પત્રો મારા પતિના જ છે. તેમના પતિને પૂછપરછ કરતાં તેમણે હાલમાં પણ પ્રેમ સબંધો ચાલુ હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું કે, 30 વર્ષથી પ્રેમ સબંધો હોવા છતાં કદી પત્નિ અને બાળકોને કોઇ તકલીફ પડવા દીધી નથી. અભયમે આ પ્રકારના સબંધો સમાજ અને કાયદામાં માન્ય નથી તેમ કહી કાયદાકીય સમજ આપતાં તેમણે ભૂલ સ્વીકારીને હવે પછી સબંધો નહીં રાખવાની લેખિતમાં ખાતરી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

Embed widget