શોધખોળ કરો

Vadodara: કોરોનાથી વૃદ્ધનું મોત ? જાણો વિગત

વડોદરામાં કોવિડના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે બાદ કોવિડ પોઝિટિવનો આંક વધી 35 પર પહોંચ્યો છે. 32 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે અને 3 દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ છે.

Vadodara News: વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના 68 વર્ષીય વૃદ્ધનું સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. દર્દી હાઇપર ટેન્શન, અસ્થામા અને ટીબીની બીમારીથી પીડિત હતા. કોરોનાના લીધેજ મોત થયું છે કે નહીં તે ડેથ ઓડિટ કમિટી તપાસ કર્યા બાદ જાહેર કરશે. વડોદરામાં કોવિડના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે બાદ કોવિડ પોઝિટિવનો આંક વધી 35 પર પહોંચ્યો છે. 32 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે અને 3 દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ છે.

ગુજરાતમાં ગઈકાલે કોરોના કેસ 118 નોંધાયા હતા. અમદાવાદમાં 52, રાજકોટમાં 12, સુરતમાં 12 અને વડોદરામાં 5 કેસ નોંધાયા હતા. જ્યારે 48 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં કોરોનાથી સાજો થવાનો દર 99.07 ટકા છે. રાજ્યમાં હાલ 810 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 વેનટિલેટર પર છે અને 805 સ્ટેબલ  છે. અત્યાર સુધીમાં કુલ 1266977 લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને 11047 લોકોના કોરોનાથી મોત થયા છે.

કોરોનાની સારવાર માટે આ દવાઓનો ઉપયોગ ન કરો, પ્લાઝમા થેરાપીથી પણ બચવાની સલાહ, કેન્દ્રએ જારી કરી નવી માર્ગદર્શિકા

ભારતના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. કેન્દ્ર દ્વારા કોરોનાને લઈને અનેક પ્રકારની ગાઈડલાઈન આપવામાં આવી રહી છે. માર્ગદર્શિકા જણાવે છે કે જ્યાં સુધી બેક્ટેરિયલ ચેપની ક્લિનિકલ શંકા ન હોય ત્યાં સુધી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો જોઈએ.

કોરોનાવાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે જારી કરાયેલ સંશોધિત માર્ગદર્શિકા જણાવે છે કે હાલમાં કોવિડ-19ના પુખ્ત દર્દીઓની સારવાર માટે 'લોપીનાવીર-રિટોનાવીર', 'હાઈડ્રોક્સીક્લોરોક્વિન', 'આઈવરમેક્ટીન', 'મોલનુપીરાવીર', 'ફેવિપીરાવીર' ભારત. 'Azithromycin' અને 'doxycycline' જેવી દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

પ્લાઝ્મા થેરાપી ટાળવાની પણ સલાહ

રિપોર્ટ અનુસાર, AIIMS, ICMR અને કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ (NTF)ની 'ક્લિનિકલ ગાઈડન્સ પ્રોટોકોલ'માં સુધારો કરવા માટે 5 જાન્યુઆરીએ બેઠક થઈ હતી. આ બેઠકમાં ડોક્ટરોને પ્લાઝમા થેરાપીનો ઉપયોગ ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

XBB 1.16 વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે

નિષ્ણાતોના મતે, કોવિડના કેસોમાં વધારો તેના નવા પ્રકારને કારણે છે. XBB 1.16 વેરિઅન્ટ સામાન્ય લોકોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. XBB 1.16 વેરિઅન્ટની પ્રથમ જાન્યુઆરીમાં ઓળખ કરવામાં આવી હતી જ્યારે બે નમૂનાઓનું પરીક્ષણ સકારાત્મક આવ્યું હતું. ફેબ્રુઆરીમાં કુલ 59 સેમ્પલ મળી આવ્યા હતા. માર્ચમાં અત્યાર સુધીમાં, વેરિઅન્ટના 15 વધુ નમૂનાઓ પ્રાપ્ત થયા છે.

ડોક્ટરો દ્વારા બહાર પાડવામાં આવી ગાઈડલાઈન

હાલના સમયમાં ગુજરાત સહિત દેશભરમાં વાયરલ ઇન્ફેક્શનના કિસ્સા દિવસ અને દિવસે વધી રહ્યા છે. એક તરફ કોરોના તો બીજી તરફ વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન એ લોકો માટે ચિંતાજનક બાબત બની છે. ત્યારે અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે નેશનલ પ્લમનોલોની અને ક્રિટિકલ કેર કોન્ફરન્સમાં અમદાવાદ સહિત દેશના સાત જેટલા નામાંકિત અને મોટા તબીબો દ્વારા કેટલીક મહત્વની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
Embed widget