શોધખોળ કરો

વડોદરાઃ બે પત્નિના પતિ વિધર્મી યુવકે પોતે હિંદુ હોવાનું કહીને યુવતી સાથે રેલ્વે કેબિનમાં બાંધ્યા શારીરિક સંબંધ, યુવકની અસલિયતનો કોણે ફોડ્યો ભાંડો ?

યુવતીના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરતાં આખરે યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવાનને ઝડપી પાડયો છે.

વડોદરાઃ વડોદરા પાસે આવેલા રણોલીમાં બે પત્ની અને ચાર સંતાનો ધરાવતા અને રેલવેમાં નોકરી કરતા મુસ્લિમ યુવાને હિંદુ યુવતીને પોતે હિંદુ હોવાનું જણાવીને નિકટતા કેળવીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ યુવતી સાથે તેણે રણોલી રેલવે સ્ટેશનની રૂમમાં જ શારીરિક સંબંધો બાંધીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરતાં આખરે યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવાનને ઝડપી પાડયો છે. આણંદ જિલ્લામાં રહેતી હિન્દુ યુવતીના પિતાનું મૃત્યુ થયું હોવાથી કુટુંબને મદદરૂપ થવા માટે 21 વર્ષની યુવતી રણોલીમાં આવેલી એક દવા કંપનીમાં નોકરી કરતી હતી. 21 વર્ષની યુવતી નોકરી માટે ટ્રેનમાં અપડાઉન કરે છે. 10 મહિના પહેલાં રણોલી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી હતી ત્યારે એક યુવાન નજીક આવીને ઉભો રહ્યો હતો. ટ્રેન લેટ હોવા મુદ્દે તેણે વાતચીત પરિચય કેળવ્યો હતો. યુવાને પોતાનું નામ વિજયસિંહ જશવંતસિંહ રાઠોડ કહ્યું હતું. પોતે રેલવેમાં ટ્રેનને ઝંડી બતાવવાની નોકરી કરે છે તેમ જણાવ્યું હતું. આ ઘટના પછી યુવતી રેલવે સ્ટેશન પર આવતી ત્યારે યુવક તેને મળી પ્રેમ સંબંધ રાખવા કહ્યા કરતો. યુવક પ્રેમ સંબંધ રાખવા પાછળ પડી જતા આખરે યુવતી તેની વાતોમાં ફસાઈ હતી અને ડીસેમ્બર 2019થી બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. નોકરી પરથી છૂટીને યુવતી પ્લેટફોર્મ પર આવે ત્યારે યુવક યુવતીને ઝંડી ફરકાવવાની કેબિનમાં રોજ લઇ જતો અને શારીરિક છેડછાડ કરતો હતો. યુવતી સાથે પોતે લગ્ન કરશે તેવી લાલચ પણ આપતો હતો. ડિસેમ્બરમાં એક દિવસ યુવતીને યુવક જૂની ટિકિટ બારીની ઓફિસમાં લઇ ગયો હતો અને જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવકે યુવતીના નગ્ન ફોટા પાડી લીધા હતાં. પછી યુવક યુવતીને તેના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઇચ્છા થાય ત્યારે પ્લેટફોર્મ પરની જૂની ટિકિટબારીની ઓફિસમાં બોલાવી શારીરિક સંબંધ બાંધતો હતો. છ માસ બાદ યુવતીને જાણ થઇ હતી કે, યુવક હિન્દુ નહી પરંતુ મુસલમાન છે અને તેનાં બે વાર લગ્ન પણ થઈ ચૂક્યાં છે. દરમિયાન યુવકના ઘેર તેના યુવતી સાથેના સંબંધોની જાણ થતાં તેની માતા અને પત્નીએ 14 ઓગસ્ટ 2020ના રોજ તેમના રેલવે ક્વાટર્સમાં યુવતીને બોલાવી કહ્યું હતું કે, યુવકને બે પત્ની છે અને બંને પત્નીને બે-બે સંતાનો છે તેથી તું તેની સાથે સંબંધ ના રાખતી. યુવતીએ પોતાના ઘેર જઈને યુવક સાથેના તેના સંબંધોની જાણ માતા અને બહેનને કરતાં તેમણે યુવકના ઘેર જઇ નગ્ન ફોટા મોબાઇલમાંથી ડિલિટ કરી દેવાનું કહેતા યુવકે ફોટા ડિલિટ કરવા તૈયારી બતાવી હતી. જો કે બે દિવસ પહેલા યુવકે ફરી રેલવે સ્ટેશન પર યુવતીને ઇશારો કરી બોલાવવાનો પ્રયત્ન કરતાં યુવતીએ ના પાડી દીધી હતી. યુવકે ફરી ફોટા વાઇરલ કરવાની ફરી ધમકી આપતાં આખરે હિંમત કરીને યુવતીએ વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે રેલવેના ડિવાયએસપીએ યુવકની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Embed widget