શોધખોળ કરો

Vadodara: વડોદરા રેલવે ડિવિઝનના 154 ટિકિટ ચેકરોને તંત્ર દ્વારા નોટિસ અપાતાં ખળભળાટ, ચોંકાવનારું છે કારણ

વડોદરા:  કોરોના દરમિયાન કોવીડ સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી. જેમાં સ્પેશિયલ ભાડુ લેવાયું હતું. તો પેનલ્ટી કે ચાર્જ કેમ સ્પેશિયલને બદલે નોર્મલ લેવાયો તેમ જણાવી વડોદરા રેલવે ડિવિઝનના ટિકિટ ચેકરોને નોટિસ આપવામાં આવી

વડોદરા:  કોરોના દરમિયાન કોવીડ સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી. જેમાં સ્પેશિયલ ભાડુ લેવાયું હતું. તો પેનલ્ટી કે ચાર્જ કેમ સ્પેશિયલને બદલે નોર્મલ લેવાયો તેમ જણાવી વડોદરા રેલવે ડિવિઝનના 154 ટિકિટ ચેકરોને રેલવે તંત્ર દ્વારા નોટિસ અપાતાં ખળભળાટ મચી ગયો છે.

કોરોનાના કારણે મુસાફરો જરૂરી હોય તો જ યાત્રા કરે તેની અગમચેતી માટે આ ટ્રેનોમાં રેગ્યુલર ભાડા કરતાં વધુ ભાડું એટલે કે સ્પેશિયલ ભાડું વસૂલવામાં આવ્યું હતું. આ ટ્રેનોમાં વડોદરા ડિવિઝનના ટિકિટ ચેકરો દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે અજમેર ખાતેની રેલવે ઓડિટ ઓફિસ દ્વારા વડોદરા ડિવિઝનના 154 ટીસીઓને નોટિસ આપવામાં આવી છે. વડોદરાના ટીસીઓ દ્વારા કોવિડ સ્પેશીયલ ટ્રેનોમાં સ્પેશીયલ ચાર્જ કે પેનલ્ટી નહોતી લેવાઈ તેવો આરોપ મુકીને રૂપિયા 5 લાખની વસુલાત કરવા પણ નોટિસમાં જણાવાયું છે. જેના પગલે ટીસી આલમમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણે વડોદરા રેલવે ડિવિઝનને રજૂઆત કરી છે અને નિરાકરણ ન આવે તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો દાવો

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર દર મહિને 16 લાખ લોકોને નોકરી આપી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી યોજનાઓનો લાભ દરેકને આપવામાં આવી રહ્યો છે. રેલવે મંત્રીએ એમ પણ કહ્યું કે આર્થિક સંકટ વચ્ચે ભારત તકોથી ભરપૂર ઉર્જા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. વૈષ્ણવે આ બધી વાતો અજમેરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા આયોજિત રોજગાર મેળાના કાર્યક્રમમાં કહી હતી.

સત્તાવાર નિવેદન અનુસાર, મંગળવારે રોજગાર મેળામાં બોલતા, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બધાને લાભ આપવા માટે વિવિધ કાર્યક્રમો ચલાવી રહી છે, જેના કારણે સામાજિક જીવન સરળ બન્યું છે. તેમણે દાવો કર્યો કે રોજગાર મેળા હેઠળ દર મહિને 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવી રહી છે. નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટનો મંત્ર આપતા રેલવે મંત્રીએ કહ્યું કે જો યુવાનો આ યાદ રાખશે તો તેમને જીવનમાં કોઈ શંકા રહેશે નહીં.

આર્થિક સંકટ વચ્ચે ભારત એક નવા સંસાધન તરીકે ઉભરી આવ્યું છે

રેલ્વે મંત્રીએ કહ્યું કે વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે ભારત તકોના નવા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. વૈષ્ણવે કહ્યું કે જે લોકો દેશની જરૂરિયાતોને આગળ રાખે છે તે જીવનમાં સફળતા મેળવી શકે છે. રોજગાર મેળા દરમિયાન રેલ્વે મંત્રીએ અનેક લોકોને જોઇનીંગ લેટર પણ આપ્યા હતા.

PMએ 71000 લોકોને જોઇનિંગ લેટરનું વિતરણ કર્યું

વીડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાને 71,056 લોકોને નિમણૂક પત્ર આપ્યા. ગુજરાત અને હિમાચલ પ્રદેશ જ્યાં આદર્શ આચારસંહિતા લાગુ છે તે  સિવાય દેશભરમાં 45 સ્થળોએ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે ગયા મહિને એનડીએ શાસિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી જ પહેલ કરવામાં આવી હતી.

સરકાર મિશન મોડમાં કામ કરી રહી છેઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનો વિશાળ જોબ ફેર દર્શાવે છે કે સરકાર સરકારી નોકરીઓ આપવા માટે કેવી રીતે મિશન મોડમાં કામ કરી રહી છે. ભારત નિકાસના સંદર્ભમાં વિશ્વની એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે અને હવે નિષ્ણાતો માને છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વની સૌથી મોટી શક્તિ બની જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget