શોધખોળ કરો

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસઃ યુવતીની ડાયરીમાંથી ગાયબ થયેલા પેજ મુદ્દે શું થયો મોટો ખુલાસો? જાણો વિગત

યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું તેજ પાનાની ઝેરોક્ષ પોલીસને મળી છે. ઓએસીસ સંસ્થાની મેનેજીંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલિસને ઝેરોક્ષ આપી હતી.

વડોદરાઃ યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કાર સમયે આસપાસથી મોબાઈલ લોકેશન મળનારાની પોલીસે પૂછપરછ કરી હતી. 54 રિક્ષાચાલકો ઓળખાતા તેમની પૂછપરછ કરી હતી. આ સાથે યુવતીની ડાયરી માંથી ગાયબ થયેલા છેલ્લા પેજનો ફોટો મોબાઈલમાંથી મળતા ફોટોને મોબાઈલ એફ.એસ.એલ.માં મોકલાયા છે. 

વેક્સીન મેદાનમાં યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કારની મામલો એવી વિગતો સામે આવી છે કે, દુષ્કર્મથી બચવા લડત આપતા યુવતીને હવાસખોરોએ ચપ્પુનો ઘા માર્યો હતો. યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું તેજ પાનાની ઝેરોક્ષ પોલીસને મળી છે. ઓએસીસ સંસ્થાની મેનેજીંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલિસને ઝેરોક્ષ આપી હતી. સંસ્થાનું એ ગ્રૂપ ઘટના બની ત્યારે જમ્મુ કાશ્મીર હતું, જેથી બી ગ્રુપના સભ્યે ડાયરીના ફોટા પાડ્યા હતા. વૈષ્ણવીએ ઘટનાની જાણ મેન્ટર અવધિને કરી હતી. અવધીએ યુવતીની ઇજાના નિશાન અને ડાયરીના ફોટો મંગાવ્યા હતા.

વૈષ્ણવીએ ડાયરીના ફોટા મેન્ટર અવધિને મોકલ્યા હતા, જે બાદ ડાયરીનું છેલ્લું પેજ ગાયબ હતું. પીડિત યુવતીએ ઓએસીસ સંસ્થાને ઘટનાની જાણ કરી હતી. જો સંસ્થાએ પોલીસને જાણકારી આપી હોત તો યુવતીની જાન બચી જાત.

સામૂહિક દૂષ્કર્મના મામલે રેલ્વે આઈજી સુભાષ ત્રિવેદીએ નિવેદન આપ્યું છે. વલસાડ રેલ્વેમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની આજે ફરીયાદ દાખલ થશે. યુવતીએ આત્મહત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દુષ્કર્મ થયું હોવાનું હજુ ફલિત થયું નથી તેમ છતાં ત્રણ વ્યક્તિઓ હાથ પગ બાંધી ઝાડીમાં લઈ ગયા તે હકીકત તપાસમાં બહાર આવી. ઝાડીમાં લઈ જવાની ઘટના તે જ આત્મહત્યા માટે દૂષ્પ્રેરણા છે. ત્રણ ઈસમો હોવાનુ તપાસ મા બહાર આવ્યુ છે.

વિશેરા રિપોર્ટ આવ્યા છે, તેમા પોઈઝનનુ પ્રમાણ જોવા નથી મળ્યુ. એફએસએલ રીપોર્ટ આવવાનો બાકી છે. અનેક લોકોની પુછપરછ કરી છે. વહેલી તકે સમગ્ર મામલો બહાર લાવીશુ. સરકારે આ ગુનાને ગંભીરતાથી લીધો છે અને એટલે જ આઈજીના સુપરવિઝનમાં તપાસ થઈ રહી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટી સફળતા મળી છે. હવે આ કેસમાં ગમે ત્યારે પોલીસે મોટો ધડાકો કરી શકે છે. પીડિતાનો રેલ્વે સ્ટેશને પીછો કરતા ઈસમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવ્યો છે. સુરત રેલ્વે સ્ટેશન પર પીડિતાનો પીછો કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલ્વે સ્ટેશનના સીસીટીવી ફુટેજના આધારે ઈસમને શંકાસ્પદ તરીકે ઉઠાવ્યો છે. 

પીડિતાએ પણ ટ્રેનમાં બેસી સાથી કર્મચારીને મેસેજ કર્યો હતો. ઉપરાંત પીડિતાની ડાયરીમાં પણ કોઈ પીછો કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે. સુરત રેલ્વે સ્ટેશન પર યુવતીનો પીછો કરી રહેલા ઈસમને સુરતની ઝુપડપટ્ટીમાંથી ઉઠાવ્યો છે. પીડીતાની આત્મહત્યા કે હત્યા તે મામલે તપાસ થશે. તપાસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. 

રેલવે એસપી પરીક્ષિતા રાઠોડે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. યુવતી સાથે દુષ્કર્મ આચરનાર રીક્ષાચાલક યુવતીનો પરિચિત હોઈ શકે છે. પોલીસને લક્ષ્મીનગર સોસાયટી પાસેના સીસીટીવી ફૂટેજમાં બનાવના દિવસે યુવતી જતી દેખાઈ. પોલીસની એક ટીમ ઓએસીસ સંસ્થાની ચાંદોદ શાખામાં તપાસ માટે ગઈ છે. યુવતીનો ટ્રેનમાં એક યુવક પીછો કરતો સીસીટીવીમાં જોવા મળ્યો, તેમ પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું.

વડોદરા ઓલ્ડ પાદરા રોડના વેકસીન મેદાન ખાતે સામુહિક દુષ્કર્મ થયું હતું ત્યાં બે યુવકની હલચલ સીસીટીવીમાં કેદ થઈ છે.  ક્રાઈમ બ્રાન્ચ પોલીસ વેકસીન મેદાનની સામેના કોમ્પ્લેક્ષ ખાતેના સીસીટીવી મેળવી તપાસ કરી રહી છે. બંને શકમંદોને શોધવા પોલીસે એક ટીમ બનાવી જે બંને યુવકને શોધવા કામે લાગી.  વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અનેક સીસીટીવી ચેક કર્યા. વેક્સિન ગ્રાઉન્ડના ઘટના સ્થળની સાઈડથી સીસીટીવી મળ્યા.

બે ઈસમો રોડ ક્રોસ કરી અમી સોસાયટી તરફ જતા જોવા મળ્યા. 6:55 મિનિટે બંન્ને ઈસમો વેક્સિન ગ્રાઉન્ડની દિવાલ કુદી રોડ ક્રોસ કરી રહ્યા છે. શંકાસ્પદ ઈસમોની પોલીસ શોધખોળ કરી રહી છે. દુષ્કર્મને અંજામ આપનાર આ બંન્ને ઈસમો હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુરVadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહMorbi News: મોરબીના હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકના મોત, માતા ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Embed widget