શોધખોળ કરો
Advertisement
Vadodara: 3 વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતા એક સપ્તાહ માટે શાળા બંધ, વાલીઓમાં ફફડાટ
Schools reopen: માત્ર ત્રણ દિવસના સમયગાળામાં જ બે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાલીઓને જે વાતનો ડર હતો તે હવે ઓફલાઇન શિક્ષણ શરૂ થયા પછી દેખાઇ રહ્યો છે.
વડોદરા: રાજ્યમાં હાલ કોરોના વાયરસે ફરીથી માથું ઉંચક્યું છે. એક અઠવાડિયાથી રોજના 400થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન વડોદરાના ગોત્રી વિસ્તારની આનંદ વિદ્યા વિહાર સ્કૂલના 3 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ શાળા એક સપ્તાહ સુધી બંધ કરી દેવામાં આવી છે. જેને લઈ ધોરણ 10ની ચાલુ પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે અને બાકી રહેલી પરીક્ષા અઠવાડિયા બાદ લેવામાં આવશે.
આ પહેલા અલકાપુરી વિસ્તારની બરોડા હાઈસ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા અઠવાડિયા માટે સ્કૂલ બંધ કરવામાં આવી છે. બંને સ્કૂલોમાં એજયુકેશન ઇન્સપેકટરે મુલાકાત લીધી હતી. સ્કૂલોને સેનિટાઇઝ પણ કરવામાં આવી છે. વડોદરામાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ કેસો આવતા વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
માત્ર ત્રણ દિવસના સમયગાળામાં જ બે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાલીઓને જે વાતનો ડર હતો તે હવે ઓફલાઇન શિક્ષણ શરૂ થયા પછી દેખાઇ રહ્યો છે. બીજી તરફ સરકાર ધોરણ 1 થી 5 ના નાના બાળકોને સ્કૂલોમાં બોલાવવાની તૈયારીઓ કરી રહી છે. તેવા સમયે સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રીના પગલે વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર થશે નહીં.
રાશિફળ 4 માર્ચ: આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કરી રહી છે પ્રભાવિત, જાણો તમામ રાશિનું આજનું રાશિ ભવિષ્ય
India vs England, 4th Test LIVE Updates: આજથી ચોથી ટેસ્ટ, પિચને લઈ બંને ટીમમાં મુંઝવણ
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion