Vadodara: વડોદરાના એકતાનગરમાં આરતી અને અઝાન એક સમયે થતાં બે જૂથ વચ્ચે અથડામણ, ત્રણ ઇજાગ્રસ્ત
Vadodara: બંને જૂથ વચ્ચે સામ-સામે પથ્થરમારો કરવા લાગ્યા હતા જેમાં 3 લોકોને ઈજા પહોંચી હતી.
Vadodara: વડોદરાના આજવાના એકતાનગરમાં 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર શહેરના એકતાનગરમાં હનુમાનજીના મંદિરમાં આરતી અને અઝાન એક સમયે વાગતા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ અથડામણમાં 3 ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે સાત સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. મંદિરમાં આરતી અને અઝાન એક સમયે થતા મામલો બીચક્યો હતો. ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
વડોદરાના એકતાનગરમાં મંદિરમા લાઉડસ્પીકર મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. એકતાનગરમાં સાંજના સમયે હનુમાનજીના મંદિરમાંલાઉડસ્પીકર બાબતે બે જૂથ સામ સામે આવી ગયા હતા. બંને ટોળા એકબીજાની સાથે રકઝક કરીને લાઉડસ્પીકર ધીમા કરવા બાબતે વાતચીત કરી રહ્યા હતા. બાદમાં થોડીવાર આ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને જૂથ વચ્ચે સામ-સામે પથ્થરમારો કરવા લાગ્યા હતા જેમાં 3 લોકોને ઈજા પહોંચી હતી.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે સાત લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વિજય શાહે કહ્યુ કે ઘણા સમયથી એકતાનગરમાં ઘર્ષણ થાય છે. પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
શહેરના ઓલ્ડ પાદરા રૉડ પર રહેતા બે ભાઇઓ સાથે કાપડનો વેપાર કરવાનું કહીને એક શખ્સે 1.05 કરોડથી વધુની છેતરપિંડી આચરી છે. જેપી રૉડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વડોદરાના ઓલ્ડ પાદરા રૉડ પર રહેતા 46 વર્ષીય ધીરેન્દ્રકુમાર શિવકુમારસિંહએ શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં આરોપી ભાનુ ભરતભાઇ ખત્રી જે અક્ષર વિહાર, દાવત હોટેલની પાછળ, નેશનલ હાઇવે, તરસાલીમાં રહે છે, તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ભાનુએ 4 સપ્ટેમ્બર-2019થી ડિસેમ્બર 2021 સુધી ધીરેન્દ્રકુમારને કાપડના ધંધામાં રૂપિયાનું રોકાણ કરવાની ખોટી વાતોમાં ફસાયો હતો, આરોપીએ ધીરેન્દ્રકુમારને આ ધંધાના નામના ખોટા અને બનાવટી બીલો આપ્યા હતા, અને બાદમાં આ બનાવટી બિલોના બદલામાં ધીરેન્દ્રકુમાર પાસેથી નાણાં મેળવી કાપડના ધંધાનું જણાવ્યું હતું, ધીમે ધીમે કરીને આરોપીએ ધીરેન્દ્રકુમાર પાસેથી 94.88 લાખ રૂપિયા કપડાના ધંધાની આડમાં લીધા હતા. ધીરેન્દ્રકુમારના ભાઇને પણ કપડાના ધંધામાં રોકાણ કરવાનું કહીને તેમની પાસેથી પણ 10.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આમ આરોપીએ આમાં કુલ 1.05 કરોડ બે ભાઇઓ પાસેથી ખંખેરી લીધા હતા, અને બાદમાં પરત આપ્યા નહોતા. જ્યારે અમે આ ધંધાના રૂપિયા પાછા લેવાની માંગણી કરી તો અમને ખબર પડી કે અમારી પાસે મોટી છેતરપિંડી થઇ છે. અમે બાદમાં આ મામલે જેપી રૉડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.