શોધખોળ કરો

Vadodara: વાહન ચેકિંગ માટે રોકતા યુવતિએ કર્યો તમાશો, પોલીસકર્મીઓ સાથે કરી હાથાપાઈ

યુવતીએ પોલીસને કહ્યું મારો વીડિયો ઉતારી લો ને થાય તે કરી લો. પોલીસે આ યુવતી વિરૂદ્ધ ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Vadodara News: દારૂના નશામાં ચકચુર નબીરાઓ જ નહી, પરંતુ નબીરીઓ પણ હોય છે.  નબીરાઈની સાથે દારૂનો નશો ઉમેરાતા વડોદરામાં ગઈરાતે તમાશો સર્જાયો હતો. વાહન ચેકિંગ માટે પોલીસે રોકતા મોના હિંગુ નામની મહિલાએ રિતસરનો તમાશો કર્યો હતો. ઉપરાંત પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ કરી હતી અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.  યુવતીએ પોલીસને કહ્યું મારો વીડિયો ઉતારી લો ને થાય તે કરી લો.  પોલીસે આ યુવતી વિરૂદ્ધ ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગત મોડીરાતે બે વાગ્યાના અરસામાં ગોત્રી ગોકુળ નગર  પાસે એક કાર ચાલક યુવતીએ અન્ય એક કારના ચાલક સાથે અકસ્માત કર્યો હતો. જેથી, કારમાં બેસેલા વ્યક્તિઓએ યુવતીને કાર ધીરેથી ચલાવવાનું કહેતા યુવતી એકદમ ઉશ્કેરાઇ ગઇ હતી. તેણે કારમાં બેસેલા વ્યક્તિઓ સાથે ઝઘડો કરી ગાળો બોલવાનું શરૃ કર્યુ હતું. જેના  પગલે અન્ય લોકો પણ  સ્થળ પર ભેગા થઇ ગયા હતા. યુવતી તે લોકોને પણ ગાળો બોલતી હતી.

Vadodara: વાહન ચેકિંગ માટે રોકતા યુવતિએ કર્યો તમાશો, પોલીસકર્મીઓ સાથે કરી હાથાપાઈ

યુવતીના વર્તનથી ડઘાઇને પોલીસ કંટ્રોલ  રૃમમાં આ અંગે જાણ કરવામાં આવતા ગોત્રી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યુવતીએ કારમાંથી બહાર આવીને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. છેવટે પોલીસે જરૂરી બળ વાપરીને નશેબાજ યુવતીને પોલીસ વાનમાં બેસાડી હતી. યુવતીએ દારૃનો નશો કર્યો હોવાથી  પોલીસે સરકાર તરફે ગુનો દાખલ કરી 41 વર્ષની  મોના ચંદ્રકાંતભાઇ હિંગુની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નશેબાજ યુવતીની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જ્યારે પોલીસ ગઇ ત્યારે યુવતી કારમાં બેસીને ગાડી ચાલુ બંધ કરતી હતી.  પોલીસે તેને ગાડીમાંથી બહાર આવવા કહ્યું ત્યારે તેણે પોતાના મોબાઇલ ફોનથી વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યુ હતું. અને પોલીસને કાયદો બતાવતા કહેતી હતી કે, તમે છ વાગ્યા  પછી લેડિઝને કઇ  રીતે પકડી શકો ? છેવટે પોલીસે તેનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો. ત્યારબાદ પણ તેણે પોલીસ સાથે માથાકૂટ કરી હતી.  ગાડીની બહાર આવીને તેણે પોલીસ સાથે હાથાપાઈ કરી હતી

Vadodara: વાહન ચેકિંગ માટે રોકતા યુવતિએ કર્યો તમાશો, પોલીસકર્મીઓ સાથે કરી હાથાપાઈ

સુરતના ડિંડોલી વિસ્તારમાં દારૂ ની મેહફિલ પર પોલીસે રેઇડ પાડી હતી. રાજ મહેલ કોમ્પ્લેક્સની ઓફિસમાં રેડ કરતા 20 લોકો ઝડપાયા હતા. જમીન દલાલ અનુરાગ શુક્લાએ જન્મ દિવસે પાર્ટી રાખી હતી. જેમાં પોલીસે ભંગ પાડી તમામની અટકાયત કરી હતી. યુવકો દ્વારા દારૂની બોટલો ફોડવામાં આવી હતી. પોલીસે 3 બોટલ દારૂ પણ કબ્જે કર્યો હતો. પકડાયેલા કેટલાંક વ્યક્તિઓના રાજકારણીઓ સાથે પણ સંબંધ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પકડાયેલા 20 શખ્સોમાંથી એકની તબિયત લથડી હતી. તબિયત બગડતા એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે. 31 વર્ષીય વિનય રવિશંકર પાંડેની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget