શોધખોળ કરો
ગુજરાત ભાજપના નેતાની હત્યામાં સંડોવાયેલો નેતા પણ છે મૂળ ભાજપનો, પિતા હતા ભાજપના સાંસદ અને .......
ઝાલોદના MLA ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારા હત્યા કેસમાં સામેલ હોવાની માહિતી સામે આવી છે. ઈમરાન અને અમિત કટારાએ મળીને સમગ્ર હત્યાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે.

પૂર્વ સાંસદ બાબુ કટારાની ફાઇલ તસવીર.
અમદાવાદઃ ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર અને ભાજપના નેતા હિરેન પટેલની હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, હિરેન પટેલની રાજકીય અદાવતમાં હત્યા થઈ છે. ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈના ઈશારે આ રાજકીય હત્યા કરવામાં આવી છે. ઝાલોદના MLA ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારા હત્યા કેસમાં સામેલ હોવાની માહિતી સામે આવી છે. ઈમરાન અને અમિત કટારાએ મળીને સમગ્ર હત્યાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. આ હત્યા કેસમાં અન્ય કોઈ રાજકીય આગેવાનની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે. અમિતના પિતા બાબુ કટારા ભાજપના પૂર્વ નેતા છે અને તેઓ દાહોદના ભાજપના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2004થી વર્ષ 2009 દરમિયાન ભાજપના સાંસદ હતા. કબૂતરબાજીમાં નામ ખૂલ્યા પછી ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. 2008માં અમેરિકા સાથેના પરમાણુ કરાર મુદ્દે મનમોહનસિંહની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત આવી ત્યારે તેમણે કોંગ્રેસ સરકારને બચાવવા માટે કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું હતું.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ





















