Malala Marriage: મલાલાએ જેની સાથે લગ્ન કર્યાં એ યુવક કોણ છે? અસર મલિકને પાકિસ્તાન ક્રિકેટ સાથે શું છે સંબંધ?
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ લગ્ન સૂત્રમાં બંધાઇ ગઇ. મલાલાએ ટ્વિટ કરીને આ મુદ્દે જાણકારી આપી છે
Malala Marriage: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ લગ્ન સૂત્રમાં બંધાઇ ગઇ. મલાલાએ ટ્વિટ કરીને આ મુદ્દે જાણકારી આપી છે ટ્વીટમાં લખ્યું કે, 'આજનો દિવસ મારા જીવનનો અમૂલ્ય દિવસ છે. જીવનભર સાથ નિભાવવા માટે હું અને અસર લગ્ન સૂત્રથી બંધાયા છીએ.
મલાલાએ આગળ લખ્યું કે, બર્મિંધમમાં તેમના ઘરે એક નાનકડી નિકાહ સેરેમની કરી હતી, જેમાં બંને પરિવારોએ હાજરીમાં મલાલા અને અને અસર મલિક લગ્ન સૂત્રથી બંધાઇ ગયા. મલાલના પતિ અસર મલિક કોણ છે અને તેનો પાકિસ્તાન ક્રિકેટ સાથે શું છે ખાસ કનેકશન જાણીએ..
કોણ છે અસર મલિક?
મલાલા યુસુફઝાઈ એક બાજુ દુનિયાભરમાં એક્ટિવિસ્ટ તરીકે ફેમસ છે તો બીજી તરફ અસર મલિક એટલે કે મલાલાના પતિ પાકિસ્તાન ખેલ જગત સાથે જોડાયેલા છે. અસર મલિકના લિક્ડઇન પેઇઝ મુજબ તે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડમાં હાઇ પર્ફોમન્સ જનરલ મેનેજર છે. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર અલગ-અલગ ક્રિકેટ આયોજનોની તસવીરો પણ શેર કરી છે.
ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે કામ કરતા પહેલા અસાર પ્લેયર મેનેજમેન્ટ એજન્સીના મેનેજિંગ ડિરેક્ટર હતા. તે ક્રિકેટ લીગ લાસ્ટ મેન સ્ટેન્ડમાં ફ્રેન્ચાઇઝીનો માલિક પણ હતો. અસારે લાહોર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. અસારના કહેવા પ્રમાણે, તેણે અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી હતી. તેણે પ્રોફાઇલમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે, તે ડ્રામાલાઇનના અધ્યક્ષ પણ હતા, જે થિયેટર પ્રોડક્શન્સ કરે છે.
આપને જણાવી દઇએ કે, મલાલા એ છોકરી છે જેને શિક્ષણ અને શાંતિ માટે અવાજ ઉઠાવવા બદલ તાલિબાને 9 ઓક્ટોબર 2012ના રોજ મલાલાને ગોળી મારી હતી ત્યારે તે માત્ર 15 વર્ષની હતી. જે બસમાં મલાલા તેના સાથીઓ સાથે શાળાએ જઈ રહી હતી તે બસમાં તાલિબાન આતંકવાદીઓ ચઢી ગયા હતા. તાલિબાની આતંકવાદીઓએ બસમાં પૂછ્યું, 'મલાલા કોણ છે?' બધા ચૂપ રહ્યા પણ તેમની નજર મલાલા તરફ ગઈ. આતંકવાદીઓએ મલાલા પર ગોળી ચલાવી હતી જે તેના માથામાં વાગી હતી.
તાલિબાન આતંકવાદીઓ દ્વારા તેમના પર થયેલા હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી હતી. આ હુમલાના વિરોધમાં દુનિયાભરના લોકોએ મલાલાને સમર્થન આપ્યું હતું. આ પછી મલાલાએ પાછું વળીને જોયું નથી. તાલિબાન સામે અવાજ ઉઠાવ્યો અને મહિલાઓને શિક્ષિત કરવા માટે તાલિબાની સામે બીડું ઝડપ્યું. 2014માં મલાલાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. મલાલા 17 વર્ષની સૌથી નાની વયે નોબેલ પુરસ્કાર વિજેતા બની હતી.