Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: યુનિવર્સિટીમાં ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

Kentucky State University shooting: અમેરિકામાં ફાયરિંગની ઘટના અટકવાનું નામ લઈ રહી નથી. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે કેન્ટુકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. રાજ્યની રાજધાની ફ્રેન્કફોર્ટમાં પોલીસે જણાવ્યું હતું કે કેમ્પસને બંધ કરી દેવામાં આવ્યું છે. ફાયરિંગ ક્યાં થયું તેને લઈને હજુ કાંઈ સ્પષ્ટ થયું નથી. કેમ્પસ પોલીસ અને શાળાના અધિકારીઓએ મેસેજનો કોઈ જવાબ આપ્યો ન હતો. ગવર્નર ઓફિસે ગોળીબારની પુષ્ટી કરી હતી.
ફ્રેન્કફોર્ટ પોલીસે કહ્યું હતું કે તેઓએ એક ફાયરિંગ કરનાર સાથે બનેલી ઘટનાનો જવાબ આપ્યો હતો અને કેમ્પસને સુરક્ષિત કરવામાં આવ્યું છે. અધિકારીઓ આજે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી જાહેર કરી શકે છે. ગવર્નર એન્ડી બેશિયરે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ ઉપલબ્ધ થતાં જ વધુ માહિતી શેર કરશે. અધિકારીઓ ઘટનાસ્થળે છે અને એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કેન્ટુકી સ્ટેટ એક સાર્વજનિક ઐતિહાસિક રીતે અશ્વેત યુનિવર્સિટી છે જેમાં આશરે 2,200 વિદ્યાર્થીઓ છે. 1886માં સાંસદોએ આ શાળાના નિર્માણને મંજૂરી આપી હતી.
ઘટના પછી બહાર આવેલા ફોટામાં ડોર્મિટરીની બહાર પોલીસના અનેક વાહનો દેખાઈ રહ્યા છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, વ્હીટની એમ. યંગ જુનિયર હોલમાં ફાયરિંગમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની હાલત ગંભીર છે પરંતુ તે સ્થિર છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીનું નામ જાહેર કર્યું નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે પરિવારોના સંપર્કમાં છીએ અને તેમને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છીએ. કાઉન્સિલિંગ અને સપોર્ટ સર્વિસ પણ ઉપલબ્ધ છે."
ફ્રેન્કફર્ટ પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર બાદ કેમ્પસને બંધ કરવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું કે તેઓ હુમલાખોર સામે કાર્યવાહી કરી રહ્યા છે અને કેમ્પસને સુરક્ષિત કરી રહ્યા છે. ગવર્નર એન્ડી બેશિયરે હુમલાની નિંદા કરતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હિંસાને કોઈ સ્થાન નથી. "ચાલો આપણે એવી દુનિયા માટે પણ પ્રાર્થના કરીએ જ્યાં આવી ઘટનાઓ ન બને."





















