(Source: ECI/ABP News/ABP Majha)
US Presidential Election: અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, એડવાન્સ વોટિંગમાં 2.8 કરોડ લોકોએ આપ્યો મત
આ વખતે એડવાન્સ વોટિંગના પ્રારંભિક સર્વેમાં એવું લાગી રહ્યું છે કે રિપબ્લિકનને લીડ મળી રહી છે
અમેરિકાએ તેના નવા રાષ્ટ્રપતિને ચૂંટવાની તૈયારી કરી લીધી છે. 5 નવેમ્બરે દેશ તેના નવા રાષ્ટ્રપતિને ચૂંટશે. પરંતુ આ પહેલા એડવાન્સ મતદાન થઈ રહ્યું છે, જેના કારણે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે કારણ કે બે ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા ઇલેક્શન લેબના ડેટા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં 28 મિલિયન લોકોએ એડવાન્સ વોટિંગ કર્યું છે. આમાં મોટા ભાગનું મતદાન મેલ મારફતે થયું છે.
પ્રી-પોલમાં અત્યાર સુધીમાં 2.8 કરોડ લોકોએ મતદાન કર્યું છે
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવેલા પ્રી-પોલ દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 2.8 કરોડ લોકોએ મતદાન કર્યું છે. અમેરિકામાં સામાન્ય ચૂંટણીની જેમ મતદાન કેન્દ્ર પર પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ મતદાન પણ કરવામાં આવે છે.
આ એડવાન્સ વોટિંગ ઘણા રાજ્યોમાં કરવામાં આવ્યું છે. આ વખતે એડવાન્સ વોટિંગના પ્રારંભિક સર્વેમાં એવું લાગી રહ્યું છે કે રિપબ્લિકનને લીડ મળી રહી છે, જ્યારે આ પહેલા ડેમોક્રેટ્સ આગળ હતા.
2020નો રેકોર્ડ તૂટી શકે છે!
આ વખતે પણ જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ એડવાન્સ મતદાન વધી રહ્યું છે. આ વખતે પ્રિ-પોલ વોટિંગમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે 2020માં થયેલા એડવાન્સ વોટિંગનો રેકોર્ડ આ વખતે તૂટી શકે છે.
MIT ઇલેક્શન ડેટા એન્ડ સાયન્સ લેબ અનુસાર, 2020માં લગભગ 60 ટકા ડેમોક્રેટ અને 32 ટકા રિપબ્લિકન મતદારોએ મેલ મારફતે મતદાન કર્યું હતું. છેલ્લી ચૂંટણીમાં પ્રિ-પોલમાં બાઇડનને ફાયદો મળ્યો હતો. ટ્રમ્પે એડવાન્સ મતદાનને લઈને ઘણી વખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મેલ દ્વારા વોટિંગમાં છેતરપિંડી થવાની આશંકા છે.
પ્રી-પોલ સર્વેમાં ટ્રમ્પને 47 ટકા વોટ મળ્યા જ્યારે કમલા હેરિસને 45 ટકા વોટ મળ્યા. આ સર્વે 19 થી 22 ઓક્ટોબર વચ્ચે 1500 નોંધાયેલા મતદારો વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ટ્રમ્પને કમલા હેરિસ કરતાં વધુ પસંદ કરવામાં આવ્યા હતા.