શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અફઘાનિસ્તાનના કાબૂલમાં લગ્ન સમારંભમાં વિસ્ફોટ, 40 લોકોના મોત, 100 ઘાયલ
કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નહોતી
કાબુલઃ અફઘાનિસ્તાનના રાજધાની કાબુલમાં એક લગ્નસમારંભમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગૃહમંત્રાલયના પ્રવક્તાને ટાંકીને એક રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટ શનિવાર મોડી રાત્રે થયો હતો. આ વિસ્ફોટમાં મરનારની સંખ્યામાં વધારો થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્પોટ થયો ત્યારે વેડિંગ હોલમાં મોટી સંખ્યામાં મહેમાનો હતા. કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નહોતી. નોંધનીય છે કે 10 દિવસ અગાઉ જ કાબુલમાં વિસ્ફોટ થયો હતો જેમાં 95 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કારમાં થયો હતો.
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ કહ્યું કે, હજુ સુધી હુમલાની કોઇએ જવાબદારી સ્વીકારી નથી જેથી આ વિસ્ફોટ પાછળનું કારણ શું છે તે કાંઇ કહી શકાય નહીં. આ વિસ્તારમાં શિયા હજારા સમુદાયના લોકોની સંખ્યા વધુ છે.#UPDATE At least 40 people have been killed and more than 100 others are wounded in the blast at Kabul wedding, said sources: TOLOnews #Afghanistan https://t.co/GpsCoWesvM
— ANI (@ANI) August 18, 2019
Aftermath of Kabul Explosion pic.twitter.com/5KhGgXQLa5
— Muslim Shirzad (@MuslimShirzad) August 17, 2019
તેમણે કહ્યું કે, હુમલાખોરે સમારોહ દરમિયાન ઉપસ્થિત લોકો વચ્ચે વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટ લગ્નના સ્ટેજ પાસે થયો હતો જ્યાં મ્યૂઝિશિયન ઉપસ્થિત હતા. ઘટનાના એક સાક્ષીએ દાવો કર્યો હતો કે વિસ્ફોટ બાદ વેડિંગ બોલમાં અફરાતફરી મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં આ વર્ષે 28 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. જેને લઇને અમેરિકા અને તાલિબાન વચ્ચે ચાલી રહેલી વાર્તાની સાથે હિંસા વધી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion