Video: અમેરિકામાં ક્રિસમસ પરેડમાં કારે લોકોને કચડ્યા, પાંચના મોત, 40 ઘાયલ
શહેર પોલીસના વડા ડૈન થોમ્પસને કહ્યું કે શંકાસ્પદ વાહનને જપ્ત કરાયું છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. પોલીસે લોકોને ઘટનાસ્થળે ન જવા અપીલ કરી છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
અમેરિકાના વિસ્કોન્સિનમાં મોટી દુર્ઘટના થઇ છે. ક્રિસમસ પરેડ દરમિયાન આ દુર્ઘટના થઇ છે.
ન્યૂયોર્કઃ એક એસયુવી ક્રિસમસ પરેડમાં ઘૂસી હતી જેના કારણે અનેક લોકોના મોત થયા છે જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ અનુસાર રવિવારે સાંજે વિસ્કોન્સિનના Waukesha માં સેંકડો સ્થાનિક લોકો ક્રિસમસ પરેડમાં સામેલ થયા હતા. ત્યારે એક લાલ રંગની એસયૂવી પરેડમાં સામેલ લોકોને કચડતા આગળ વધી હતી. જેમાં પાંચ લોકોના મોત થયા હતા જ્યારે 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બાળકો પણ સામેલ છે.
પોલીસે કારચાલકની અટકાયત કરી હતી. જોકે અત્યાર સુધી ડ્રાઇવરની ધરપકડ કરી નથી. પોલીસ તપાસમાં લાગી ગઇ છે. ડ્રાઇવરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલમાં એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે ઘટના આતંકવાદ સાથે સંબંધિત છે કે નહીં. એફબીઆઇની ટીમ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.
Graphic video shows a speeding vehicle ram through participants of the Christmas parade in #Waukesha, Wisc. Few details confirmed at this point though the police said they have a person of interest they’re looking into. https://t.co/zKEX1VoC2T
— Andy Ngô 🏳️🌈 (@MrAndyNgo) November 22, 2021
શહેર પોલીસના વડા ડૈન થોમ્પસને કહ્યું કે શંકાસ્પદ વાહનને જપ્ત કરાયું છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પોલીસે લોકોને ઘટનાસ્થળે ન જવા અપીલ કરી છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે એસયૂવી પરેડમાં સામેલ લોકોને કચડતા આગળ વધી રહી છે. કારને રોકવા માટે એક અધિકારીએ તેના પર ગોળીબાર કર્યો હતો. ઘટના બીજા દિવસે સોમવારે સ્કૂલ અને રસ્તાઓને બંધ કરી દેવામા આવ્યા છે.