શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
34 વર્ષની આ સુંદર યુવતી બની વિશ્વની સૌથી ઓછી ઉંમરની વડાપ્રધાન
મારિને રવિવારે પત્રકારોને કહ્યું કે, ફરીથી વિશ્વાસ મેળવવા માટે અમારે બહું કામ કરવું પડશે.
નવી દિલ્હીઃ સના મારિન ફિલેન્ડની નવી પ્રધાનમંત્રી બની ગઈ છે એ પણ માત્ર 34 વર્ષની ઉંમરે. તે દેશના રાજનીતિ ઈતિહાસમાં સૌથી વુયા પ્રધાનમંત્રી છે. જણાવીએ કે, ફિનલેડની પૂર્વ પ્રધાનમંત્રી સાઉલી નિનીસ્તોએ પદ પરથી રાજનામું આપ્યા બાદથી જ સના મારિનના પીએમ બનવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે, એવું નથી કે તે સીધી જ પીએમ બની ગઈ હોય, આ પહેલા તે પરિવહન અને સંચાર મંત્રી પણ રહી છે.
મારિને રવિવારે પત્રકારોને કહ્યું કે, ફરીથી વિશ્વાસ મેળવવા માટે અમારે બહું કામ કરવું પડશે. પોતાની ઉંમર સંબંધિત સવાલો પર તેઓએ કહ્યું કે, મેં ક્યારેય પણ પોતાની ઉંમર કે મહિલા હોવા અંગે વિચાર્યું નથી. હું અમુક કારણોને લીધે રાજનીતિમાં આવી છું અને એ વસ્તુઓને કારણે અમે મતદાતાઓનો વિશ્વાસ જીત્યો છે. 27 વર્ષની ઉંમરમાં જ મારિને રાજનીતિમાં પગ મૂક્યો હતો. અને તે જ સમયથી તે લોકોમાં ખૂબ ફેમસ થઈ ગઈ હતી.
ફિનલેન્ડનાં મુખ્ય અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, મારિન દુનિયાની સૌથી ઓછી ઉંમરની વડા પ્રધાન બની ગઈ છે. ન્યુઝિલેન્ડનાં વડા પ્રધાન જૈસિંડા આર્ડેન 39 વર્ષ, યુક્રેનનાં પીએમ ઓલેક્સી હોન્ચારુક 35 વર્ષ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન 35 વર્ષનાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દુનિયા
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion