શોધખોળ કરો
Advertisement
બગદાદીને મારવા માટે US આર્મીના આ કુતરાએ ભજવી મહત્ત્વની ભૂમિકા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે શેર કરી તસવીર
બગદાદીને શનિવારે સાંજે સીરિયાના ઇતબિલ પ્રાંતમાં એક ટનલમાં અમેરિકાના વિશેષ ગ્રુપે હુમલો કર્યો ત્યારે ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો.
નવી દિલ્હીઃ આઈઆઈએસ ચીફ અબૂ બકર અલ બગદાદી શનિવારે કુતરાની મોત માર્યા ગયો. બગદાદીને મારવા માટે સીરિયા સ્થિત તેના ઠેકાણા પર અમેરિકાની સેનાએ ઓપરેશન પાર પાડ્યું હતું. હવે આ ઓપરેશનમાં સામલે એક શ્વાનની તસવીર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર પર શેર કરી છે. તેણમે શ્વાનના નામનો ખુલાસો કર્યો નથી પણ કહ્યું કે, બગદાદીને મારવામાં આ શ્વાનને સારું કામ કર્યું.
આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઉત્તર સીરિયામાં એક અંધારી ટનલમાંથી આઈએઆઈએસ ચીફ બગદાદીનો પીછો કરનાર અમેરિકન સેનાનો એક શ્વાન ઘાયલ થયો છે. તેમણે કહ્યું કે, હુમલામાં અમારા કે9 શ્વાન ગ્રુપનો એક સુંદર અને પ્રતિભાશાળી શ્વાન ઘાયલ થયો છે.
બગદાદીને શનિવારે સાંજે સીરિયાના ઇતબિલ પ્રાંતમાં એક ટનલમાં અમેરિકાના વિશેષ ગ્રુપે હુમલો કર્યો ત્યારે ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. તે પોતાના પરિવાર અને કેટલાક નજીકના લોકોની સાથે ટનલમાં છુપાયેલો હતો. બગદાદી પર અઢી કરોડ અમેરિકન ડોલરનું ઈનામ હતું. વ્હાઈટ હાઉસથી આ સમગ્ર અભિયાન પર નજર રાખનારા ટ્રમ્પે રવિવારે વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં “અમારા શ્વાને પીછો કરવા પરતે ટનલના અંતિમ કિનારે જઈને ઘેરાઈ ગયો.’ ટ્રમ્પે કહ્યું, ‘બગદાદીએ પોતાનું જેકેટ સળગાવીને ત્રણ બાળકો સાથે ખુદને બોમ્બથી ઉડાવી દીધો.’ ટ્રમ્પે કહ્યું કે, હુમલા દરમિયાન કોઈપણ અમેરિકન સૈનિકને નુકસાન થયું નથી, ન તો કોઈ શ્વાનનું મોત થયું છે.We have declassified a picture of the wonderful dog (name not declassified) that did such a GREAT JOB in capturing and killing the Leader of ISIS, Abu Bakr al-Baghdadi! pic.twitter.com/PDMx9nZWvw
— Donald J. Trump (@realDonaldTrump) October 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement