Afghanistan Earthquake: ભારતે અફઘાનિસ્તાનને માનવીય મદદ કરી, તાલિબાને માન્યો આભાર
અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 1000 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા
Afghanistan Earthquake: અફઘાનિસ્તાનના પૂર્વી પક્તિકા પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 1000 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભારતે એરફોર્સના વિમાન મારફતે અફઘાનિસ્તાનને રાહત સામગ્રી મોકલી છે. આ સામગ્રી ભૂકંપ પ્રભાવિત અફઘાનિસ્તાનના વિસ્તારોમાં લોકોને આપવામાં આવશે.
India hands over humanitarian aid to Afghanistan
— ANI Digital (@ani_digital) June 24, 2022
Read @ANI Story | https://t.co/UkLKSiqZRQ#India #humanitarian #Afghanistan pic.twitter.com/IzScAoNZMg
તાલિબાન અધિકારીઓની હાજરીમાં વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (PAI) જેપી સિંહે શુક્રવારે અફઘાનિસ્તાનને સહાય સોંપી હતી. ભારતે અફઘાનિસ્તાનને આપેલી સહાય સામગ્રીમાં ફેમિલી રિઝ રેન્ટ, સ્લીપિંગ બેગ્સ, ધાબળા, સ્લીપિંગ મેટ્સ સહિત ઘણી જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે.
ભૂકંપમાં એક હજારથી વધુ લોકોના મોત થયા
બુધવારે સવારે પક્તિકા પ્રાંતમાં આવેલા ભૂકંપ બાદ રાહત બચાવની કામગીરી ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર, પક્તિકા પ્રાંતના બર્મલ અને ગિયાન જિલ્લા અને ખોસ્ત પ્રાંતના સ્પેરા જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 1000 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. મળતી માહિતી મુજબ, ભૂકંપના કારણે જીવ ગુમાવનારા લોકો સિવાય 1455 લોકો ઘાયલ થયા છે, જ્યારે 1500 લોકો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે.
ભારતે અફઘાનિસ્તાનમાં આ ભયાનક ભૂકંપથી પીડિત લોકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે ભારતે સંકટના આ સમયમાં મદદ અને સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
તાલિબાને ભારતના વખાણ કર્યા
તાલિબાને અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ ફરીથી ખોલવાના અને તેની ટેકનિકલ ટીમને પરત મોકલવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ સાથે અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંદઝઈએ આ મુશ્કેલ સમયમાં એકતા અને સમર્થન આપવા બદલ ભારતની પ્રશંસા કરી હતી.