શોધખોળ કરો
Advertisement
અફઘાનિસ્તાન: કાબુલ યૂનિવર્સિટીમાં થયેલા ગોળીબારમાં 25 લોકોના મોત
અફઘાનિસ્તાનના કાબુલ યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કાબુલ: અફઘાનિસ્તાનના કાબુલ યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ત્રણ હુમલાવરને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે યૂનિવર્સિટીમાં બુક પ્રદર્શન ચાલી રહ્યું હતું.
વિશ્વવદ્યાલયના પ્રોફેસર જબીઉલ્લા હૈદરીના સ્થાનીય ટીવી સ્ટેશન અરિયાનાને જણાવ્યું કે જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે ક્લાસ પણ ચાલુ હતા. હૈદરીના અનુસાર ગોળીબારના કારણે વિશ્વવિદ્યાલયના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓએ વિદ્યાર્થીઓને પરિસરમાંથી બાર લઈ જવાનું શરૂ કરી દિધુ હતું.
ગત વર્ષે આ યૂનિવર્સિટીના ગેટ પર બોમ્બ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા હતા. વર્ષ 2016માં બંદૂકધારીઓએ કાબૂલ સ્થિત અમેરિકી યૂનિવર્સિટી પર હુમલો કર્યો હતો અને 13 લોકોને માર્યા હતા.
ગત મહિને ઈસ્લામિત સ્ટેટે રાજધાનીના શિયા બહુલ દશ્ત-એ-બાર્ચીના એક શિક્ષણ કેંદ્રમાં આત્મઘાતી બોંબ હુમલાવર મોકલ્યો હતો જે હુમલામાં 24 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement