Alabama Shootout : અમેરિકાના અલબામામાં વધુ એક શૂટ આઉટ, 20થી વધુ લોકો શૂટ
Alabama Shooting: અમેરિકાના અલાબામાના ડેડવિલેમાં એક ડાન્સ સ્ટુડિયોમાં આયોજિત જન્મદિવસની પાર્ટીમાં વધુ એક શૂટ આઉટની ઘટના સામે આવી છે.
Alabama Shooting: અમેરિકાના અલાબામાના ડેડવિલેમાં એક ડાન્સ સ્ટુડિયોમાં આયોજિત જન્મદિવસની પાર્ટીમાં વધુ એક શૂટ આઉટની ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલ અનુંસાર આ ગોળીબારમાં ઓછામાં ઓછા 20 લોકોને ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. યુવતીના જન્મદિવસની ઉજવણી માટે લોકો એકઠા થયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક મીડિયા અનુસાર ફાયરિંગમાં કેટલાક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે .
અહેવાલો અનુસાર, આ ઘટના શનિવારે (15 એપ્રિલ) રાત્રે લગભગ 10.30 વાગ્યે બની હતી. પોલીસને જાણ કરવામાં આવી છે કે, તલ્લાપુસા કાઉન્ટીના ડેડવિલેમાં મહોગની માસ્ટરપીસ ડાન્સ સ્ટુડિયોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ શું જોયું?
અધિકારીઓએ મૃતકોની ચોક્કસ સંખ્યા વિશે કોઈ માહિતી શેર કરી નથી. એક સ્થાનિક ટીવી ચેનલની રિપોર્ટર એલિઝાબેથ વ્હાઇટે જણાવ્યું હતું કે, વિવાદમાં 20થી વધુ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી કેટલાક મૃત્યુ પામ્યા હતા.
એક પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાનો ગ્રાફિક ફોટો શેર કર્યો, જેમાં ઓછામાં ઓછા છ મૃતદેહો જમીન પર પડેલા જોવા મળ્યા છે, જ્યારે અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, મૃતકોની સંખ્યા તેનાથી પણ વધારે છે. તેમણે કહ્યું હતું કે, ઘટનાસ્થળે ઘણા મૃતદેહો સફેદ ચાદરથી ઢંકાયેલા હતા.
અલાબામા ગોળીબાર અંગે મીડિયા અહેવાલો
બીએનઓ ન્યૂઝના અહેવાલ અનુસાર, તલ્લાપુસા કાઉન્ટીના એક અધિકારીએ આ ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. જ્યારે ફોક્સ ન્યૂઝે સ્થાનિક અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે, ડેડવિલેના ઇ ગ્રીન સ્ટ્રીટ અને એન બ્રોડનેક્સ સ્ટ્રીટ વિસ્તારમાં શનિવારે થયેલા ગોળીબારમાં ઘણા બાળકોના મોત થયા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં ઘટના બાદ સ્થાનિક હોસ્પિટલની બહાર ઘણા પરિવારો એકઠા થયા હતા. લોકો તેમના પ્રિયજનોને ગુમાવ્યા પછી અસ્વસ્થ છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ફોક્સ ન્યૂઝે માહિતી એકત્ર કરવા માટે ડેડવિલે પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ અધિકારીઓ અત્યારે વિગતો શેર કરી શક્યા નથી.
Atiq-Ashraf : ડરનો પર્યાય અશરફ અને અતિક બન્યા 'અતિત', કસારી મસારી કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક
Atiq and Ashraf Ahmed Buried : એક સમયે આખા ઉત્તર પ્રદેશને ધ્રુજાવનારા માફિયા ભાઈઓ અતીક અને અશરફ અહેમદ આજે કસારી મસારી કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક થયા હતાં. પ્રયાગરાજમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અને પૂર્વ બાહુબલી સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને કસારી મસારી કબ્રસ્તાનમાં સોંપવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહ કડક સુરક્ષા વચ્ચે કસારી મસારી કબ્રસ્તાન પહોંચ્યા હતાં અને ત્યારબાદ તેમના સંબંધીઓની હાજરીમાં દફનાવવામાં આવ્યા હતાં. અંતિમ વિધિમાં અતિકના બંને સગીર પુત્રો એહજામ અને અબાનને તેમના પિતાના અંતિમ દર્શન માટે બાળ સુધાર ગૃહમાંથી કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા હતા. બીજી અતિકની બંને દીકરીઓ પણ પિતાને અંતિમ વિદાય આપવા આવી પહોંચી હતી.