શોધખોળ કરો
Advertisement
બુકી સંજીવ ચાવલાને ભારત પ્રત્યાર્પણ કરાશે. લંડનની કોર્ટે આપી મંજૂરી
સુનાવણી દરમિયાન સંજીવ ચાવલા કોર્ટમાં હાજર હતો. ગૃહ સચિવના હસ્તાક્ષર બાદ તેને 28 દિવસની અંદર પ્રત્યાર્પણ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ લંડનની કોર્ટે આજે ગુરુવારે બુકી સંજીવ ચાવલાના પ્રત્યાર્પણ પર નિર્ણય સંભળાવી દીધો છે. વેસ્ટમિનિસ્ટર કોર્ટે સંજીવ ચાવલાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, અમે અપીલ આપવાની મંજૂરી આપીશું નહીં અને હાઇકોર્ટેના અંતિમ નિર્ણયને પડકારવાની મંજૂરી આપીશું નહીં.
સુનાવણી દરમિયાન સંજીવ ચાવલા કોર્ટમાં હાજર હતો. ગૃહ સચિવના હસ્તાક્ષર બાદ તેને 28 દિવસની અંદર પ્રત્યાર્પણ કરવામાં આવશે. સંજીવ ચાવલા વર્ષ 2000ના મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાં સામેલ હતો અને વોન્ટેડ હતો. કોર્ટના ચુકાદાના બે દિવસ અગાઉ દિલ્હી પોલીસની ટીમ બુકી સંજીવ ચાવલાને ભારત લાવવા માટે બ્રિટન રવાના થઇ હતી. દિલ્હી ટીમમાં ડીસીપી રેન્કના એક અધિકારી અને ઇસ્પેક્ટર રેન્કના એક અધિકારી સામેલ છે જે આ મામલામાં તપાસ અધિકારી છે.
આ કુખ્યાત મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાં સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએનું નામ આવ્યું હતું ત્યારબાદ એક પ્લેન દુર્ઘટનામાં તેનું મોત થઇ ગયુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દુનિયા
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion