યુદ્ધમાં રશિયાને ટક્કર આપવા અમેરિકા અને પૉલેન્ડ વચ્ચે થઇ મોટી ડીલ, જાણો હવે શું થશે
યૂક્રેન રશિયન સેનાનો જબરદસ્ત રીતે મુકાબલો કરી શકશે અને પોતાની રાજધાની કીવની રક્ષા કરી શકશે. જોકે અધિકારીક રીતે આના વિશે અમેરિકા કે પૉલેન્ડે પુષ્ટી નથી કરી
Russia Ukraine War: રશિયા અને યૂક્રેનની વચ્ચે હાલમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે અમેરિકન મીડિયાએ દાવે કર્યો છે કે રશિયાને ટક્કર આપવા માટે યૂક્રેનને લડાકૂ વિમાન આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, અમેરિકા અને પૉલેન્ડની વચ્ચે આ વાતને લઇને ડીલ થઇ છે. આ તમામ વિમાન સોવિયત યુગના હશે અને પૉલેન્ડ દ્વારા યૂક્રેનને આપવામાં આવશે.
આનાથી યૂક્રેન રશિયન સેનાનો જબરદસ્ત રીતે મુકાબલો કરી શકશે અને પોતાની રાજધાની કીવની રક્ષા કરી શકશે. જોકે અધિકારીક રીતે આના વિશે અમેરિકા કે પૉલેન્ડે પુષ્ટી નથી કરી.
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પૉલેન્ડ યૂક્રેનને સોવિયત યુગના લડાકૂ વિમાન આપશે. આ પહેલા પૉલેન્ડે અમેરિકા F-16 લડાકૂ વિમાન આપશે. રશિયાએ 11 દિવસ પહેલા યૂક્રેન પર આક્રમણ કર્યુ હતુ, ત્યારથી લઇને બન્ને દેશો વચ્ચે સતત યુદ્ધ થઇ રહ્યું છે. બન્ને દેશોના સેંકડો સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા છે, અને યૂક્રેનના અનેક શહેરોને ભારે નુકશાન પણ થયુ છે. બન્ને દેશો હથિયારો અને બૉમ્બમારાથી યુદ્ધ કરી રહ્યાં છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સતત પશ્ચિમી દેશોને યૂક્રેનની મદદ કરવાની અપીલ કરી રહ્યાં છે. પરંતુ હજુ સુધી પશ્ચિમી દેશો કે અમેરિકા કે પછી નાટો તરફથી કોઇ સીધી મદદ સૈન્ય મદદ યૂક્રેનને નથી મળી.
આ પણ વાંચો..........
Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી
યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?
VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો