શોધખોળ કરો

Russia Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધની વચ્ચે અમેરિકાએ પુતિનની હૉટ ગર્લફ્રેન્ડ પર લીધી મોટી એક્શન, જાણો શું કર્યુ..........

અમેરિકાએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કથિત પ્રેમિક સહિત લંડનમાં બીજી સૌથી મોટી સંપતિના માલિકને મંગળવારે 2જી ઓગસ્ટે બ્લેકલિસ્ટ (Blacklist) કરી દીધા છે.

Putin Girlfriend: અમેરિકા-રશિયા (America Russia Relation)ની વચ્ચે બગડતા સંબંધોમાં હવે એક નવી તિરાડ પડવાની છે. અમેરિકાએ રશિયાના કૂલિન વર્ગને ટાર્ગેટ કરતા નવા પ્રતિબંધો લગાવ્યા છે. જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)ની કથિત હૉટ ગર્લફ્રેન્ડનુ નામ પણ સામેલ છે. 

ખરેખરમાં, અમેરિકાએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કથિત પ્રેમિક સહિત લંડનમાં બીજી સૌથી મોટી સંપતિના માલિકને મંગળવારે 2જી ઓગસ્ટે બ્લેકલિસ્ટ (Blacklist) કરી દીધા છે. બાઇડેન પ્રશાસને પૂર્વ ઓલિમ્પિક જિમ્નાસ્ટ એલિના કાબેવા (Alina Kabaeva)ના વીઝા ફ્રીઝ કરી દીધા છે, અને તેની સંપતિઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. 

યૂક્રેન પર રશિયન હુમલાનુ સમર્થન - 
અમેરિકાએ જે રશિયન નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો છે, તેમને પુતિનના નજીકના માનવામાં આવી રહ્યાં છે. અમેરિકન પ્રશાસન અનુસાર, એલિના કાબેવા રશિયાની એક મીડિયા કંપનીની માલિક પણ છે. તેના પર હંમેશાથી જ યૂક્રેન પર રશિયન હુમલાનુ સમર્થન કરવાનો આરોપ લાગેલો છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં મેમાં પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કાબેવા વિરુદ્ધ પ્રતિબંધોને મંજૂરી આપી દીધી હતી. વળી, યૂરોપીયન સંઘે પણ જૂનમાં એલિના કાબેવાની યાત્રા અને સંપતિ પર પ્રતિબંધ લગાવવાનુ એલાન કરી દીધુ હતુ. 

Russia Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધની વચ્ચે અમેરિકાએ પુતિનની હૉટ ગર્લફ્રેન્ડ પર લીધી મોટી એક્શન, જાણો શું કર્યુ..........

પુતિનની જેમ જ ખુબ ચર્ચાસ્પદ છે તેની કથિત ગર્લફ્રેન્ડ, જાણો કોણ છે એ યુવતી
Vladimir Putin : તમે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની રાજકીય કારકિર્દી વિશે તો જાણતા જ હશો, પરંતુ તેમના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે.અમે તમને પુતિનના અંગત જીવન વિશે જણાવીશું.

રશિયા અને યુક્રેન વચ્ચે 9 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની વચ્ચે બંને દેશોના રાષ્ટ્રપતિઓ હેડલાઇન્સમાં છે. જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પોતાના જુસ્સા અને બહાદુરીથી લોકોના દિલ જીતી રહ્યા છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાની તાકાત, નીડર શૈલી અને દુશ્મનને ન છોડવાની જીદના કારણે સમાચારમાં છે.પરંતુ આ સિવાય પુતિનની અંગત જિંદગી પણ છે. જેના વિશે લોકો બહુ ઓછા જાણે છે. આજે અમે તમને પુતિનના અંગત જીવન વિશે જણાવીશું.

કોણ છે પુતિનની કથિત ગર્લફ્રેન્ડ?
69 વર્ષીય પુતિનની ગર્લફ્રેન્ડ મીડિયામાં ઘણી વખત ચર્ચામાં રહી છે. રિપોર્ટ અનુસાર, પુતિનની કથિત ગર્લફ્રેન્ડ પૂર્વ જિમ્નાસ્ટ એલિના કાબેવા છે અને તેને જોડિયા બાળકો પણ છે. એલિનાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે એલીના પણ રાજકારણમાં સક્રિય છે. એલીનાનો જન્મ 1983 માં ઉઝબેકિસ્તાનમાં થયો હતો. તે સમયે ઉઝબેકિસ્તાન સોવિયત સંઘનો ભાગ હતો. એલિનાએ 2000માં સિડની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને 2004 એથેન્સ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એલિનાએ 14 વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ અને 21 વખત યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલ જીત્યા છે. તે 2007 થી 2014 સુધી સાંસદ રહી હતી.

2008માં પ્રથમ વખત પુતિન સાથે જોડાયું નામ 
એલિના અને પુતિન વચ્ચેનો સંબંધ પહેલીવાર 2008માં સામે આવ્યો હતો. 2013માં જ્યારે પુતિને તેની પત્નીથી છૂટાછેડા લીધા ત્યારે એલિના અને પુતિનના સંબંધોની ફરી એકવાર ચર્ચા થવા લાગી. 2018માં તેનો બેબી બમ્પ સામે આવ્યો, ત્યારબાદ તેમના સંબંધોની ચર્ચા થવા લાગી. એપ્રિલ 2019માં એલિનાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, કેટલાક અહેવાલો દાવો કરે છે કે આ બાળકો પુતિનના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?Amreli Letter Scam :  પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંતBet Dwarka Demolition :  બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરTiku Talsania Heart Attack : પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, હાલત ગંભીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ
Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો
Embed widget