America : મહિલાનું હ્યદય કાપી બહાર કાઢ્યું, રાંધીને પરિવારને ખવડાવ્યું ને તેમની પણ કરી હત્યા
આ ઘટનાને અમેરિકાના ઓક્લાહોમા રાજ્યમાં એક વ્યક્તિએ અંજામ આપ્યો હતો. 44 વર્ષિય લોરેન્સ પોલ એન્ડરસનનામના એક દોષિત ગુનેગાર ઠર્યો છે જેને અગાઉ પણ જેલની સજા કરવામાં આવી ચુકી છે.
અમેરિકામાં એક વ્યક્તિની કરતૂત સાંભળી ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય. આ વ્યક્તિએ પહેલા એક મહિલાની હત્યા કરીનાખી. ત્યાર બાદ તેનું હૃદય કાપીને શરીરમાંથી બહાર કાઢી નાખ્યું હતું. ત્યાર બાદ આ નરાધમે મૃત મહિલાનું હૃદય તેના પરિવારને રાંધીને ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આશ્ચર્યજનક રીતે આ નરાધમે ત્યાર બાદ પોતાના પરિવારને પણ મારી નાખ્યો હતો. મૃતકોમાં ચાર વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ જઘન્ય ગુનાના કેસમાં વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
એક અહેવાલ મુજબ આ ઘટનાને અમેરિકાના ઓક્લાહોમા રાજ્યમાં એક વ્યક્તિએ અંજામ આપ્યો હતો. 44 વર્ષિય લોરેન્સ પોલ એન્ડરસનનામના એક દોષિત ગુનેગાર ઠર્યો છે જેને અગાઉ પણ જેલની સજા કરવામાં આવી ચુકી છે. વર્ષ 2021માં તેને ઓક્લાહોમાના ગવર્નર અને જેલ પેરોલ બોર્ડની ભૂલને કારણે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
જેલમાંથી છૂટ્યાના થોડા અઠવાડિયા બાદ જ તેણે એન્ડ્રીયા બ્લેન્કનશીપ નામની મહિલાની હત્યા કરી નાખી હતી. એન્ડ્રીયા બ્લેન્કનશીપની હત્યા કર્યા બાદ તેણે બ્લેન્કનશીપનું હૃદય બહાર કાઢ્યું હતું. આટલુ ઓછું હોય તેમ માનવતાને શર્મશાર કરે હદે જતા હત્યારો મૃતક મહિલાનું હૃદય તેના કાકા-કાકીના ઘરે લઈ ગયો. જ્યાં તેણે મહિલાના હૃદયને બટાકા સાથે રાંધ્યું હતું અને તેના પરિવારને ખવડાવવાનો પ્રયાસ કર્યો.
એબીસી ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે, જમ્યા બાદ તેણે તેના 67 વર્ષીય કાકા લિયોન પાઈ અને તેની 4 વર્ષની પૌત્રી કેઓસ યેટ્સની હત્યા કરી હતી. આ દરમિયાન એન્ડરસને તેની કાકી અને પરિવારના અન્ય સભ્યોને પણ છરી વડે ઘાયલ કર્યા હતા.
એન્ડરસનને ભૂલથી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો
એન્ડરસનને ઓક્લાહોમાના ગવર્નર કેવિન સ્ટીટ દ્વારા ડ્રગ કેસમાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી પરંતુ તેણે માત્ર ત્રણ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. એન્ડરસનને મુક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યએ સામાન્ય પ્રકારના ગુનાઓમાં દોષિતોને મોટાભાગે માફી આપી હતી. પાછળથી તપાસમાં જાણવા મળ્યું હતું કે, એન્ડરસન ભૂલથી જેલમાંથી છૂટી ગયો હતો.
હવે એન્ડરસનને હત્યા, હુમલો અને વિચ્છેદનના દોષિત ઠેરવ્યા બાદ સતત પાંચ આજીવન કેદની સજા થઈ છે. એન્ડરસનની કાકી અને હુમલાનો ભોગ બનેલા અન્ય લોકોએ ઓક્લાહોમાના ગવર્નર અને જેલ પેરોલ બોર્ડ સામે એન્ડરસનને જેલમાંથી મુક્ત કરવા બદલ દાવો દાખલ કર્યો છે.