શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમેરિકામાં 24 કલાકમાં બીજીવાર ગોળીબાર, ઓહિયો રાજ્યમાં 9 લોકોના મોત
આ ઘટના ઓહિયો રાજ્યના ડેટોન શહેરમાં બની છે. પોલીસે ઘટના વિશે જણાવ્યું કે શૂટરનુ મોત થયું છે. ગોળીબારમાં કુલ 16 લોકો ઘાયલ થયા છે
વોશિંગટન: અમેરિકામાં 24 કલાકની અંદર ગોળીબારની બીજી ઘટના સામે આવી છે અને તેમા 9 લોકોના મોત થયા છે. આ ઘટના ઓહિયો રાજ્યના ડેટોન શહેરમાં બની છે. પોલીસે ઘટના વિશે જણાવ્યું કે શૂટરનુ મોત થયું છે. ગોળીબારમાં કુલ 16 લોકો ઘાયલ થયા છે જેની સારવાર નજીકના હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના બાદ પોલીસ આસપાસના તમામ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ મામલે તપાસ શરૂ કરી છે.
ડેટોન પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. પોલીસે લોકો પાસેથી પણ જાણકારી માંગી છે. પોલીસે નંબર જાહેર કરતા લખ્યું કે કોઈ વ્યક્તિ પાસે આ ઘટના સાથે જોડાયેલી માહિતી હોય તો અમને જણાવે. એફબીઆઈ આ મામલાને પોતાના હાથમાં લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ટેક્સાસમાં શનિવારે વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં 20 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ સંદિગ્ધોની અટકાયત કરી હતી. ટેક્સાસના લેફ્ટિનેન્ટ ગર્વનર ડૈન પૈટ્રિકના મુજબ ગોળીબારની ઘટનામાં 20 લોકોના મોત થયા છે. આ ઘટના શનિવારે સવારે 10 વાગ્યે બની હતી.#OregonDistrict #update Lt. Col. Carper: at 1:22am active shooter situation began in oregon district. The shooter is deceased. There are 9 others also deceased. At least 16 others went to area hospitals with injuries.
— Dayton Police Dept. (@DaytonPolice) August 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion