શોધખોળ કરો
Advertisement
જાપાનમાં વાવાઝોડાનો કહેર, 11નાં મોત, એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર
લગભગ એક લાખ 70 હજાર લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ટોક્યોઃ જાપાનમાં મોટાભાગના હિસ્સામાં આવેલા તોફાન ‘હેજિબીસ’ના કહેરના કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તોફાન અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. લગભગ એક લાખ 70 હજાર લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તોફાન વચ્ચે ટોક્યો અને આસપાસના વિસ્તારોમાં શનિવારે સાંજે 5.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
તોફાન આવ્યા અગાઉથી જ તેની અસરના કારણે ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. રગ્બી વર્લ્ડકપની બે મેચોને પણ રદ કરી દેવામાં આવ્યા છે. તોફાનના કારણે જાપાની ગ્રાન્ડ પ્રિક્સમાં પણ મોડું થયું છે અને ટોક્સો ક્ષેત્રમાં તમામ ઉડાણો રદ કરી દેવાઇ છે અને રેલવે સેવાને પર પણ અસર પડી છે. ટોક્યોમાં દરેક થિયેટર્સ, શોપિંગ મોલ અને કારખાના બંધ કરવામાં આવ્યા છે. લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. જાપાન હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું કે, તોફાન સ્થાનિક સમયઅનુસાર સાંજે લગભગ સાત વાગ્યા અગાઉ હોંશુ દ્ધીપ પર ટકરાયું હતું. ત્યારબાદ આ તોફાન ટોક્યોથી દક્ષિણ પશ્વિમ તરફ વળ્યું હતું. તોફાન બીચ પર પહોંચતા અગાઉ જ આ 216 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યુ છે.#BREAKING Typhoon Hagibis kills at least 11 in Japan: officials pic.twitter.com/Ch2zjTwhBG
— AFP news agency (@AFP) October 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion