Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે. આ વખતે SMCની ટીમે દરોડા પાડીને વધુ એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે
Surendranagar: રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ચોરી-લૂંટફાટ, હત્યા બાદ હવે જુગારધામના કિસ્સા વધતા પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યાં છે. સુરેન્દ્રનગરમા આજે SMCએ દરોડા પાડીને એક મોટુ જુગારધામ પકડી પાડ્યુ હતુ. આ દરોડા દરમિયાન સ્ટેટ મૉનિટરિંગ સેલની ટીમે 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે 30 જેટલા શકુઓનીઓને દબોચી લીધા હતા. ખાસ વાત છે કે, આ જુગારધામ વડોદરા એસીબી પીઆઇનો ભાઇ જ ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્યુ છે.
માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે. આ વખતે SMCની ટીમે દરોડા પાડીને વધુ એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. જિલ્લાના પાટડીમાં એક રહેણાંક ઘરમાં ચાલતુ જુગારધામ પકડાયુ છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, સ્ટેટ મૉનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી, જે પ્રમાણે, ટીમે સુરેન્દ્રનગરના પાટડીમાં વેલનાથનગરના એક રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. SMCની ટીમને જોઇને મકાનના દરવાજા બંધ કરી દેવાયા હતા, પોલીસે દરવાજો તોડીને જુગાર રમતા 30 લોકોને ઝડપી પાડ્યા હતા, જેમાં પાંચ મહિલાઓ પણ સામેલ હતી. SMCની ટીમે દરોડા દરમિયાન વાહનો, મોબાઇલ ફોન, રોકડ સહિત કુલ 6.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાસ વાત છે કે, પાટડીનું જુગારધામ વડોદરા ACBના PIનો ભાઈ ચલાવતો હતો, પોલીસકર્મીનો ભાઈ કિરણ ઠાકોર આ જુગારધામ ચલાવતો હોવાનો આરોપ છે.
આ પહેલા સુરતમાંથી પકડાયું હતુ હાઇ પ્રૉફાઇલ સેક્સ રેકેટ
સુરતમાથી મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે ગ્રાહક બનીને શહેરમાં ચાલતા હાઇ પ્રૉફાઇલ સેક્સ રેકેટના સ્થળ પર દરોડા પાડ્યા હતા, ખરેખરમાં શહેરના વેસુ વિસ્તારની આવેલી ધી પાર્ક સેલિબ્રેશન હૉટલમાં છેલ્લા કેટલાક સમયથી દેહવેપારનો ધંધો ચાલી રહ્યો હતો, જેમાં મુંબઇથી મૉડલો લાવીને આ દેહવેપારના ધંધાને કરવામાં આવયો હતો, જોકે, આ સમગ્ર મામલે જ્યારે એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટને બાતમી મળી તો તેમને બાતમીના આધારે આ હૉટલમાં ડમી ગ્રાહક બનીને રેડ કરી હતી, આ દરમિયાન અહીંથી ચાર મૉડલોને મુક્ત કરાવી હતી, જોકે, દલાલો છૂટી ગયા હતા. અહીં મુંબઇથી ચાર મૉડલોને બોલાવીને દેહ વેપાર કરાવાતો હતો, આ ચારેય મૉડલો વેબસીરીઝમાં પણ કામ કરી ચૂકી હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. હાલમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે આ ચાર રૂપલલનાઓને મુક્ત કરાવી છે અને દલાલ જાવેદ અને યુવરાજને પોલીસે વૉન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા