Peru Political Crisis: પેરૂમાં સરકારના વિરોધમાં હિંસક પ્રદર્શન, 17 લોકોના મોત બાદ કર્ફ્યૂ
હિંસક પ્રદર્શનને પગલે સરકારે અહીં કર્ફ્યૂ લગાવી દીધો છે. વડાપ્રધાન આલ્બર્ટો ઓટારોલાએ જણાવ્યું કે આ કર્ફ્યૂ સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ત્રણ દિવસ સુધી રહેશે.
Peru Political Crisis: પેરુમાં રાજકીય કટોકટીની સ્થિતિ હિંસક બની રહી છે. પેરુમાં સરકાર વિરુદ્ધ હિંસક દેખાવો ચાલુ છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 17 લોકોના મોત થયા છે. હિંસક પ્રદર્શનને પગલે સરકારે અહીં કર્ફ્યૂ લગાવી દીધો છે. વડાપ્રધાન આલ્બર્ટો ઓટારોલાએ જણાવ્યું કે આ કર્ફ્યૂ સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ત્રણ દિવસ સુધી રહેશે.
#BREAKING Peru president to be investigated for genocide after deadly protests: prosecutor pic.twitter.com/QLmh36bpWG
— AFP News Agency (@AFP) January 11, 2023
દક્ષિણ પેરુમાં પોલીસ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા છે. દેશના માનવાધિકાર કાર્યાલયે કહ્યું હતું કે સોમવાર (09 જાન્યુઆરી) વિરોધ પ્રદર્શનનો અત્યાર સુધીનો સૌથી ઘાતક દિવસ હતો. વહેલી ચૂંટણી અને જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રમુખ પેડ્રો કૈસ્ટિલોની મુક્તિની માંગ માટે વિરોધ ચાલુ છે.
#UPDATE Peru's national prosecutor's office says it will investigate President Dina Boluarte for genocide after protests against her have left 40 people dead in the past month.
— AFP News Agency (@AFP) January 11, 2023
The probe will also focus on Prime Minister Alberto Otarola and the interior and defense ministers pic.twitter.com/c0I4b4aaD6
હિંસક અથડામણમાં 68 લોકો ઘાયલ
મીડિયા સાથે વાત કરતા આરોગ્ય મંત્રાલયના અધિકારી હેનરી રેબાઝાએ જણાવ્યું હતું કે દક્ષિણ પેરુના પુનો ક્ષેત્રમાં ટીટીકાકા તળાવના કિનારે આવેલા શહેર જુલિયાકામાં અથડામણ થઈ હતી. આ અથડામણમાં કુલ 68 લોકો ઘાયલ થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોમાં ઓછામાં ઓછા બે કિશોરો પણ સામેલ છે.
ડિસેમ્બરની શરૂઆતથી વિરોધ ચાલુ છે
ભૂતપૂર્વ પ્રમુખ પેડ્રો કૈસ્ટિલોને કોંગ્રેસને ગેરકાયદેસર રીતે વિસર્જન કરવાનો પ્રયાસ કર્યા પછી તરત જ હકાલપટ્ટી કરવામાં આવ્યા અને ધરપકડ કરવામાં આવ્યા પછી ડિસેમ્બરની શરૂઆતમાં વિરોધ શરૂ થયો. કૈસ્ટિલોને બળવાના આરોપમાં 18 મહિના માટે પ્રી-ટ્રાયલ અટકાયતમાં રાખવામાં આવ્યા છે.
પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ
ફેસબુક પોસ્ટ અનુસાર, જુલિયાકામાં ઓછામાં ઓછા 38 લોકો ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ પોલીસે ગોળીબાર કર્યો હતો.