USની ચીનને ખુલ્લી ચેતવણી, અમેરિકી સૈન્ય નંબર-1, તાઈવાન પર હુમલો કર્યો તો...
અમેરિકાના ટોચના સૈન્ય અધિકારીએ કહ્યુંં હતું કે, તાઈવાન પર હુમલો ચીન માટે એક 'રણનૈતિક ભૂલ' સાબિત થઈ શકે છે. અમેરિકાએ ચીનને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાંથી બોધપાઠ લેવાની સલાહ આપી છે.
China-Taiwan Issue: ચીન અને તાઈવાન વચ્ચે વિવાદ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. ચીનનારાષ્ટ્રપતિ શી જિનપિંગ દુનિયા સમક્ષ પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કરી ચુક્યા છે. તેઓ જગજાહેર કહી ચુક્યા છે કે, તે તાઈવાન મુદ્દે કોઈ પણ હદ સુધી જઈ શકે છે,. જોકે, સામે પક્ષે અમેરિકાને તાઈવાનનું ખુલ્લુ સમર્થન છે. તાઈવાનના સમર્થનમાં ઉભેલુ અમેરિકા પણ આ મુદ્દાને નાકનો સવાલ માને છે. અમેરિકાએ તાઈવાન મામલે ચીનને સ્પષ્ટ ચેતવણી આપી છે.
અમેરિકાના ટોચના સૈન્ય અધિકારીએ કહ્યુંં હતું કે, તાઈવાન પર હુમલો ચીન માટે એક 'રણનૈતિક ભૂલ' સાબિત થઈ શકે છે. અમેરિકાએ ચીનને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાંથી બોધપાઠ લેવાની સલાહ આપી છે.
અમેરિકાનાજોઈન્ટ ચીપ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલેએ કહ્યું હતું કે, તાઈવાનની ઘેરાબંધી કરવી અને તેના પર હુમલો કરવો એક મુશ્કેલ કામ છે. તાઈવાનનો મોટાભાગનો પ્રદેશ એક પહાડી દ્વિપ છે. માટે તે એક ખુબ જ મુશ્કેલ સૈન્ય ઉદ્દેશ્ય છે. માટે ચીન પર પણ એટલુ જ જોખમ રહેશે. માટે તાઈવાન પર કાર્યવાહી એક સમજ્યા વગરની ભૂ-રાજનૈતિક ભૂલ હશે જેવી કે યુક્રેનમાં પુતિને કરી છે.
રશિયા અને યુક્રેન યુદ્ધમાંથી લે બોધપાઠ
મિલેએ કહ્યું હતું કે, જ્યારે વાત તાઈવાનની સ્થિતિની વાત આવે ત્યારે યુક્રેનમાં સંઘર્ષમાંથી બોધપાઠ લઈ શકાય અને દ્વિપને બચાવવા માટે તૈયાર રહેવામાં મદદ મળી શકે છે. ચીનને એક વધતા જતા ખતરા તરીકે ઓળખાવતા અમેરિકાના ટોચના સૈન્ય જનરલે ઉમેર્યું હતું કે, બેઈજીંગ આગામી સદીના મધ્ય સુધીમાં દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ બનવાના પોતાના લક્ષ્યને આગળ વધારી રહ્યું છે.
"દુનિયામાં અમેરિકી સૈન્ય નંબર વન"
મિલેએ કહ્યું હતું કે, ચીનની સરખામણીમાં અમેરિકી સેનાની નિરંતર શ્રેષ્ઠતા બંને દેશો વચ્ચે મહાન શક્તિ સંઘર્ષને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. મિલેએ ખુલ્લેઆમ કહ્યું હતું કે, વર્તમાનમાં અમેરિકી સૈન્ય પૃથ્વી પર સૌથી ઘાતક યુદ્ધ મશીન છે. અમેરિકાનું સૈન્ય દુનિયામાં પહેલા નંબરે છે અને અમે નંબર વન બની રહેવાના ઈરાદાઓ પણ રાખીએ છીએ.
'...અમે એવું ક્યારેય નહીં થવા દઈએ'
જનરલ મિલેએ કહ્યું હતું કે, જ્યાં સુધી અમેરિકી સૈન્યનો દબદબો યથાવત રહેશે ત્યાં સુધી તે અમેરિકા અને ચીન વચ્ચે 'મહાશક્તિ યુદ્ધ'ને રોકી શકે છે. સાથે જ મિલેએ એમ પણ ઉમેર્યું હતું કે, ચીન અમેરિકા માટે સૌથી મોટોભૂ-રાજનૈતિક ખતરો છે અને પહેલા નંબરની શક્તિ બનવાના પોતાના ઈરાદાઓની સંકોચ નથી અનુંભવતુ. પરંતુ અમે એવું ક્યારેય નહીં થવા દઈએ. અમે જ્યાં સુધી પહેલા નંબરનું સૈન્ય છીએ ત્યારે ત્યાં સુધી યુદ્ધ રોકી રાખીશું , જેને લઈને લોકો ચિંતિત છે.