શોધખોળ કરો
Advertisement
ઢાકાથી દુબઈ જઈ રહેલા પ્લેનને હાઈજેક કરવાની નિષ્ફળ કોશિશ, કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દુબઈ જઈ રહેલા એક પ્લેનને હાઈજેક કરવાની કોશિશ કરવામાં આવી છે, બાદમાં પ્લેનને ચિટગામમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્લેનને હાઈજેક કરવાની કોશિશ કરનાર બંદૂકધારીએ પ્લેન અંદર ગોળીઓ ચલાવી હતી.
બાંગ્લાદેશ એરલાઈન્સનું આ પ્લેન ઢાકાથી વાયા ચિટગાવ દુબઈ માટે ઉડાન ભરી હતી. પ્લેનને હાઈજેક કરવાની કોશિશ કરવામાં આવતા ચિટગાવના શાહ અમાનત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્લેનના અપહરણની કોશિશ કરનારાઓએ કોકપીટમાં એક ક્રૂ મેમ્બરને ગોળી મારી છે. અપહરણકર્તાઓ હજુ વિમાનની અંદર છે જ્યારે મુસાફરો બહાર આવી ગયા છે. રૈપિડ એક્શન બટાલિયન એરપોર્ટ પહોંચી ગયા છે અને પ્લેનને ઘેરી લેવામાં આવ્યું છે. પાયલટે કંટ્રોલ રૂમને પ્લેન હાઈજેક થવાનું સૂચના આપી હતી. બાદમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં 142 મુસાફરો સવાર હતા. મુસાફરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.Bangladesh Police have surrounded Dhaka-Dubai flight "Biman BG 147". Attempt to hijack this flight was made at Shah Amanat International Airport in Chattogram. All passengers have disembarked. More details awaited https://t.co/8vJ7pO1t65
— ANI (@ANI) February 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion