શોધખોળ કરો

'એક કલાક બાદ બધાને મારી નાંખીશું', પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક બાદ બલોચ આર્મીએ આપી ધમકી

Pakistan Train Hijack: આ ટ્રેનમાં પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI ના અધિકારીઓ પણ મુસાફરી કરી રહ્યા હતા

Pakistan Train Hijack: પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) એ મંગળવારે (21 માર્ચ, 2025) જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી હતી. BLA એ 100 થી વધુ મુસાફરોને બંધક બનાવ્યા છે. દરમિયાન, BLA એ ધમકી આપી છે કે જો તેની સામે કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે, તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, બલુચિસ્તાન પોસ્ટે લખ્યું, BLA ચેતવણી: બલુચ લિબરેશન આર્મીએ અંતિમ ચેતવણી જાહેર કરી છે કે જો હવાઈ હુમલા તાત્કાલિક બંધ નહીં થાય, તો આગામી એક કલાકમાં તમામ 100+ બંધકોને મારી નાખવામાં આવશે.

પાકિસ્તાની સેના અને આઇએસઆઇના અધિકારીઓએને પણ બનાવ્યા બંધક 
એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ટ્રેનમાં પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI ના અધિકારીઓ પણ મુસાફરી કરી રહ્યા હતા અને આ લોકોને પણ બંધક બનાવવામાં આવ્યા છે. BLA એ 6 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો પણ દાવો કર્યો છે. આ ટ્રેન દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

બલુચિસ્તાન સરકારે શું કહ્યું ?
એક રેલવે અધિકારીએ જણાવ્યું કે બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મુશકાફ વિસ્તારમાં સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સરકારી પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે બલુચિસ્તાન સરકારે કટોકટીના પગલાં લાદ્યા છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ સંસ્થાઓને એકત્ર કરવામાં આવી છે.

અશાંત બલૂચિસ્તાનમાં અલગતાવાદી આતંકવાદી જૂથોએ આ પ્રદેશમાં સેના અને ચીની પ્રોજેક્ટ્સ સામે વારંવાર હુમલાઓ કર્યા છે. BLA બલુચિસ્તાન માટે સ્વતંત્રતા ઇચ્છે છે. દાયકાઓથી પાકિસ્તાની સરકાર સામે લડતા અનેક વંશીય બળવાખોર જૂથોમાં તે સૌથી મોટું છે. સંગઠનનું કહેવું છે કે સરકાર બલુચિસ્તાનના સમૃદ્ધ ગેસ અને ખનિજ સંસાધનોનું અયોગ્ય રીતે શોષણ કરી રહી છે.

સૈન્ય કાર્યવાહી થશે તો લોકોને મારી નાખશે

બળવાખોર જૂથ બલૂચ લિબરેશન આર્મીએ કહ્યું કે જો તેમના અભિયાનના જવાબમાં કોઈ સૈન્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તેઓ લોકોને મારી નાખશે. જોકે આ લોકોએ મહિલાઓ અને બાળકોને છોડી દીધા છે. BLAએ દાવો કર્યો કે ભીષણ ગોળીબાર બાદ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને પછી તેને હાઈજેક કરી લીધી. આ ઘટના અંગે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget