Economic Crisis: IMFની લોનના બોજ હેઠળ દબાયા ભારતના પાડોશી દેશ, પાકિસ્તાન, શ્રીલંકા બાદ ત્રીજા નંબર પર બાંગ્લાદેશ
બાંગ્લાદેશે થોડા દિવસો પહેલા IMFને લોન માટે પોતાની અરજી મોકલી હતી. વિશ્વભરમાં વધી રહેલા આર્થિક સંકટ વચ્ચે બાંગ્લાદેશ ત્રીજો એવો દક્ષિણ એશિયાઈ દેશ બની ગયો છે,
Economic Crisis: કોરોના મહામારી પછી international monetary fund માં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ભારતના પાડોશી દેશો ખૂબ લોન લઇ રહ્યા છે. લોન લેવાની બાબતમાં પાકિસ્તાન નંબર વન, શ્રીલંકા બીજા નંબરે અને હવે બાંગ્લાદેશ પણ ત્રીજા નંબરે આવ્યો છે. બાંગ્લાદેશ હવે લોન લેવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે વાતચીત શરૂ કરવા જઈ રહ્યું છે.
બાંગ્લાદેશે થોડા દિવસો પહેલા IMFને લોન માટે પોતાની અરજી મોકલી હતી. વિશ્વભરમાં વધી રહેલા આર્થિક સંકટ વચ્ચે બાંગ્લાદેશ ત્રીજો એવો દક્ષિણ એશિયાઈ દેશ બની ગયો છે, જે IMFની લોન લેવા જઇ રહ્યો છે.
કોણે કેટલી લોન લીધી?
જુલાઈ 2022માં મળેલા આંકડા મુજબ પાકિસ્તાને અત્યાર સુધીમાં 5194 મિલિયન ડોલરની લોન લીધી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ વિશ્વ બેંક પાસેથી 600 મિલિયન ડોલરની લોન લીધી છે. તો ત્રીજા સ્થાને બાંગ્લાદેશે જુલાઈ 2022 સુધી 762 મિલિયન ડોલરની લોન લીધી છે. લોન લેવાની બાબતમાં ચોથા નંબર પર અફઘાનિસ્તાન છે, જેણે અત્યાર સુધી 378 મિલિયન ડોલરની લોન લીધી છે, મ્યાનમાર પાંચમા નંબરે અને નેપાળ છઠ્ઠા નંબર પર છે.
બાંગ્લાદેશ ત્રણ વર્ષમાં 4.5 અબજ ડોલરની લોન માંગે છે
બાંગ્લાદેશના અખબાર ડેઈલી સ્ટાર અનુસાર, બાંગ્લાદેશે ત્રણ વર્ષમાં ફોરેન મોનેટરી ફંડ પાસેથી 4.5 બિલિયન ડોલરની લોન માંગી છે. બાંગ્લાદેશની સરકારે વિદેશી હૂંડિયામણ ભંડારમાં તીવ્ર ઘટાડો થતાં IMF પાસે લોન લેવાનો નિર્ણય કર્યો છે. નિષ્ણાતોના મતે, કુદરતી ગેસ સહિત અન્ય આયાતના બિલમાં ઝડપી વધારો અને નિકાસમાં ઘટાડાને કારણે બાંગ્લાદેશ પણ વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થયો જોવા મળી રહ્યો છે.
કોરોના રોગચાળાએ આર્થિક સંકટ વધાર્યું
કોરોના મહામારી પછી વિશ્વના લગભગ 90 દેશોમાં આર્થિક સંકટ ઘેરી બની રહ્યું છે અને આ દેશો ફોરેન મોનેટરી ફંડ પાસેથી લોન મેળવવા માટે IMF પાસે પહોંચ્યા છે, પરંતુ IMF પણ તેમાંથી કેટલાકને જ લોન આપવા માટે મજબૂર છે. IMF પાસે સભ્ય દેશોને એક ટ્રિલિયન ડૉલર સુધીનું ધિરાણ કરવાની ક્ષમતા છે અને અત્યાર સુધીમાં તેણે 250 બિલિયન ડૉલરની લોન આપવાનું મન બનાવી લીધું છે. IMF ઘણીવાર કડક શરતો સાથે લોન આપે છે.