શોધખોળ કરો
Advertisement
ટ્રમ્પે બ્રાઝીલને ગણાવ્યું કોરોનાનું નવું હૉટસ્પૉટ, યાત્રા પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યુ કે, દેશમાં કોવિડ-19 સંક્રમણના મામલા અને તેમાં થનારા મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝીલને કોરોનાનું નવું હોટસ્પોટ ગણાવીને કોઈપણ પ્રકારની મુસાફરી પર પ્રતિબંધ મુકી દીધો છે. બ્રાઝીલમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સાડા ત્રણ લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 22,500થી વધારે લોકોના મોત થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યુ કે, દેશમાં કોવિડ-19 સંક્રમણના મામલા અને તેમાં થનારા મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા એક લાખ પહોંચી છે તેવા સમયે જ ટ્રમ્પે આ ટ્વિટ કર્યુ છે. થોડા દિવસ પહેલા વ્હાઇટ હાઉસના અધિકારી ડૉ. ડેબોરાહ બર્ક્સે કહ્યું કે, હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને કહ્યું, ચીને વિશ્વમાં ઘાતક કોરોના વાયરસ છોડ્યો છે અને બેઇજિંગે તેને છુપાવવાની મોટા પાયે કોશિશ કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ વારંવાર આશંકા વ્યક્ત કરી ચુક્યા છે કે વુહાનમાં પ્રથમ વખત મળી આવેલો કોરોના વાયરસ ચીનની કોઈ પ્રયોગશાળામાંથી નીકળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement