શોધખોળ કરો

OMG! પાણીપુરી ખાવી મહિલા માટે બની મુસીબત, મોં ખોલ્યું પણ પછીથી બંધ ન થયું જડબુ

પાણીપુરી ખાતા સમયે ઇકલા દેવી નામની એક મહિલાએ પોતાનું મોં ખોલ્યું હતું પરંતુ બાદમાં જડબુ બંધ થયું નહોતું

ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એક ચોંકાવનારી ઘટના બની છે. પાણીપુરી ખાતા સમયે ઇકલા દેવી નામની એક મહિલાએ પોતાનું મોં ખોલ્યું હતું પરંતુ બાદમાં જડબુ બંધ થયું નહોતું જેના કારણે તેનું મોં ખુલ્લું રહી ગયું. ગભરાયેલા પરિવારે શરૂઆતમાં તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ જ્યારે ડોકટરો તેની સ્થિતિ સંભાળી શક્યા નહીં ત્યારે તેઓ મહિલાને સૈફઈ મેડિકલ કોલેજમાં રિફર કરી હતી. ડોકટરો પણ આવો કિસ્સો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દરમિયાન ઇકલા દેવી અને તેનો પરિવાર રડી રહ્યો હતો.  કોઈને સમજાતું નથી કે આવી અચાનક ઘટના કેવી રીતે બની. આ ઘટનાએ વિસ્તારમાં વ્યાપક ચર્ચા અને અટકળો ફેલાવી છે.

આખી ઘટના શું છે?

અહેવાલો અનુસાર, દિબિયાપુરમાં ગોરી કિશનપુર ગામની 42 વર્ષીય મહિલા ઇકલા દેવી કોઈ કામ માટે ઔરૈયા આવી હતી. તેણીએ એક લારી પર પાણીપુરી ખાવાનું શરૂ કર્યું હતું. જોકે,પાણીપુરી ખાતી વખતે તેણીનું જડબું ખસી ગયું હતું. જેના કારણે તેણીનું મોં ખુલ્લું રહી ગયું. ઘણા પ્રયાસો પછી પણ તે મોં બંધ ન કરી શકી, ત્યારે તે પીડાથી રડવા લાગી. શરૂઆતમાં ત્યાં ઉભેલા અન્ય પરિવારના સભ્યો મૂંઝવણમાં મુકાયા હતા. તેમની હાલત જોઈને તેઓ તાત્કાલિક તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હોસ્પિટલના ડોક્ટરોએ પ્રયાસ કર્યો પરંતુ તેમનું જડબું સંપૂર્ણપણે બંધ થઈ શક્યું નહીં. સ્થિતિ જોઈને તેમણે તેમને હાયર સેન્ટર રેફર કરી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ, ખાતી વખતે જડબું બંધ થવાનો આવો કિસ્સો તેમને ક્યારેય મળ્યો નથી.પાણીપુરી ખાનારા અન્ય લોકો ઇકલા દેવીની હાલત જોઈને ગભરાઈ ગયા હતા. પાણીપુરી વેચનાર વ્યક્તિએ પણ કહ્યું કે આવું પહેલાં ક્યારેય બન્યું નથી. જોકે, આ ઘટનાની હવે વ્યાપક ચર્ચા થઈ રહી છે.

પરિવારના સભ્યો પાસેથી મળેલી માહિતી અનુસાર, સૈફઈ મેડિકલ કોલેજમાં ઇકલા દેવીનું જડબું હજુ સુધી ઠીક થયું નથી અને ત્યાંના ડોક્ટરો પણ પ્રયાસ કરી રહ્યા છે.

ડોક્ટરોનું કહેવું છે કે જડબું ખસી જવું ઘણીવાર ખૂબ જોરથી બગાસું ખાવાથી, વધુ પડતું મોં ખોલવાથી અથવા કોઈ ઈજાને કારણે થાય છે. ડોક્ટરોના મતે, મહિલાને દંત ચિકિત્સકને બતાવવા માટે મેડિકલ કોલેજ ચિચોલી રિફર કરવામાં આવી છે. નોંધનીય છે કે પલક્કડ સ્ટેશનનો આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. અહીં એક મુસાફરનું જડબું ખસ્યું હતું. 11 ઓક્ટોબરના રોજ રેલવે હોસ્પિટલના મેડિકલ ઓફિસરે એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે સારવાર બાદ મુસાફરનું જડબું સામાન્ય થઈ ગયું છે.

ટોપ સ્ટોરી

ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget