શોધખોળ કરો
Advertisement
COVID 19: બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોના વાયરસથી થયા સંક્રમિત
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે કહ્યું કે તેમનામાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણ છે અને તેમને કોઈ મુશ્કેલી નથી.
બ્રાસિલિયા: બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે કહ્યું કે તેમનામાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણ છે અને તેમને કોઈ મુશ્કેલી નથી. બ્રાઝીલ દુનિયામાં કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાં અમેરિકા બાદ બીજા સ્થાન પર છે.
અહી આશરે 16 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી 65 હજારથી વધુ લોકોના મોત થયા છે. જેયર બોલ્સોનારોની સરકાર પર કોરોના વાયરસને લઈને યોગ્ય પગલા ન ભરવાનો આરોપ લાગતો રહ્યો છે.
શરૂઆતના દિવસોમાં બોલ્સોનારોએ કોરોના વાયરસને સામાન્ય ફ્લૂ બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો મને કોરોના વાયરસનું સંક્રમણ થાય તો હું આ સામાન્ય ફ્લૂના કારણે હાર નહી માનીશ.
રાષ્ટ્રપતિએ 11 માર્ચે જ કહ્યું હતું, જેટલું હું અત્યાર સુધી સમજી શક્યો છુ કોરોના વાયરસના બદલે ઘણા અન્ય બીજા ફ્લૂ છે જેના કારણે વધુ લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement