શોધખોળ કરો
Advertisement
યુરોપિયન યૂનિમાંથી બહાર નીકળશે બ્રિટન, બ્રિટિશ સાંસદોએ બ્રેક્ઝિટ ડીલને આપી મંજૂરી
બ્રેક્ઝિટનો અર્થ છે બ્રિટન એક્ઝિટ એટલે કે બ્રિટનનુ યૂરોપિયન યૂનિયનમાંથી બહાર જવાનુ. 2016માં બ્રિટનમાં બ્રેક્ઝિટને લઇને જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો
લંડનઃ બ્રિટનના હાઉસ ઓફ કૉમન્સે યૂરોપિયન યૂનિયનમાંથી બહાર નીકળવાના વડાપ્રધાન બોરિસ જૉન્સનના કરારને ગુરુવારે મંજૂરી આપી દેવામાં આવી છે. કરારના પક્ષમાં 330 મત જ્યારે વિરોધમાં 231 મત પડ્યા હતા, આની સાથે જ વર્ષોની રાહ જોયા બાદ બ્રિટનને 31 જાન્યૂઆરીએ યુરોપિયન યૂનિયનમાંથી બહાર નીકળવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
જોકે, હજુ 'ઇયૂ-યૂકે વિડ્રૉઅલ એગ્રીમેન્ટ બિલ'ને અનિવાર્ચિત હાઉસ ઓફ લૉર્ડ્સ અને યૂરોપિયન સાંસદો દ્વારા પાસ કરવાનુ બાકી છે. બ્રિટન યુરોપિયન યૂનિયનની 50 વર્ષ જુની પોતાની સદસ્યતા ખતમ કરવા તરફ આગળ વધી રહ્યાં છે.
શું છે બ્રેક્ઝિટ ડીલ?
બ્રેક્ઝિટનો અર્થ છે બ્રિટન એક્ઝિટ એટલે કે બ્રિટનનુ યૂરોપિયન યૂનિયનમાંથી બહાર જવાનુ. 2016માં બ્રિટનમાં બ્રેક્ઝિટને લઇને જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેમાં 52 ટકા લોકોનુ માનવુ હતુ કે, બ્રિટને યુરોપિયન યૂનિયનમાંથી બહાર નીકળી જવુ જોઇએ, જ્યારે 48 ટકા લોકોનો મત બ્રેક્ઝિટના વિરોધમાં હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion