શોધખોળ કરો
ઇજિપ્ત: 16 ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 22 લોકોના મોત
અકસ્માતમાં ભારતીય અને મલેશિયન પર્યટકો સહિત 22 લોકોના મોત થયા છે. બસમાં 16 ભારતીય પ્રવાસી સવાર હતા.

નવી દિલ્હી: ઇજિપ્તાના એમ સોખના શહેર પાસે શનિવારે એર એક રોડ અકસ્માતમાં ભારતીય અને મલેશિયન પર્યટકો સહિત 22 લોકોના મોત થયા છે. બસમાં 16 ભારતીય પ્રવાસી સવાર હતા. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, પર્યટકોને લઇ જઇ રહેલી બે બસ કાહિરાના પૂર્વમાં એક ટ્રક સાથે ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઇજિપ્તના કાહિરા સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું કે, ઇજિપ્તના એન સોખના પાસે નજીક 16 ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. સામાચાર એજન્સી એએનઆઈએ ઇજિપ્તના ઓનલાઈન સમાચાર પત્ર અહરામના હવાલાથી જાણકારી આપી છે કે આ ઘટના પોર્ટ સઈદ દમિત્તા રોડ પર બસના ટ્રક સાથે ટકરાવાથી થઈ હતી. જેમાં 22 જેટલા લોકોના મોત થયા છે. જો કે મૃતકોમાં કેટલા ભારતીય પર્યટકો છે તે અંગે કોઈ જાણકારી હજુ સુધી મળી શકી નથી.
વધુ વાંચો




















