Canada Stabbings: કેનેડામાં 25 લોકો પર છરાથી હુમલો, 10ના મોત, 15 ઘાયલ, બે શકમંદોના ફોટો જાહેર
કાળા રંગની કારમાં નાસતા બંનેએ આ ગુનાને અંજામ આપ્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના મદદનીશ પોલીસ કમિશનર રોન્ડા બ્લેકમોરે જણાવ્યું હતું કે પ્રથમ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 5:40 વાગ્યે નોંધાઈ હતી.
Canada Crime: કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં મોટો હુમલો થયો છે. 13 સ્થળોએ છરીના હુમલામાં 10 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. આ હુમલા જેમ્સ સ્મિથ ક્રી નેશન અને વેલ્ડન વિસ્તારમાં થયા છે. પોલીસ બે શકમંદોને શોધી રહી છે. તેમની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેનેડિયન પોલીસે આ બે શકમંદોની તસવીરો પણ જાહેર કરી છે.
જે શકમંદોના ફોટા જાહેર કરવામાં આવ્યા છે તેઓ ડેમિયન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન છે. કાળા રંગની કારમાં નાસતા ફરતા બંનેએ આ ગુનાને અંજામ આપ્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના મદદનીશ પોલીસ કમિશનર રોન્ડા બ્લેકમોરે જણાવ્યું હતું કે પ્રથમ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 5:40 વાગ્યે નોંધાઈ હતી. સાસ્કાચેવનમાં ઓછામાં ઓછા 13 સ્થળોએ પીડિતો મળી આવ્યા છે.
નાગરિક કટોકટી લાદવામાં આવી
પોલીસ કમિશનર રોન્ડા બ્લેકમોરે કહ્યું કે તાજેતરના વર્ષોમાં બનેલી આ સૌથી મોટી ઘટના છે. રવિવારે હિંસાને કારણે સિવિલ ઈમરજન્સી લાદવામાં આવી છે. બંને શકમંદોને એક મેસેજમાં બ્લેકમોરે કહ્યું કે જો ડેમિયન અને માઈલ્સ સાંભળી રહ્યા હોય અથવા માહિતી મેળવતા હોય, તો તેઓએ તરત જ પોતાને પોલીસને સોંપી દેવા જોઈએ. તો જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાને ભયાનક ગણાવી છે.
The attacks in Saskatchewan today are horrific and heartbreaking. I’m thinking of those who have lost a loved one and of those who were injured.
— Justin Trudeau (@JustinTrudeau) September 4, 2022
ટ્વીટ કરતી વખતે, તેણે છરા મારવાની આ ઘટનાઓને ભયાનક અને હૃદયદ્રાવક ગણાવી છે. મૃતકો અને પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી છે. જસ્ટિન ટ્રુડોએ લખ્યું કે અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને દરેકને સ્થાનિક અધિકારીઓના અપડેટને અનુસરવા વિનંતી કરીએ છીએ.