શોધખોળ કરો

Pakistan Economic Crisis: આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે રાહતના સમાચાર, 130 કરોડ ડોલરની લોનને મળી મંજૂરી

પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે શુક્રવારે જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડે 1.3 બિલિયન ડોલરની લોનના રોલઓવરને મંજૂરી આપી છે

પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકો તેમની પ્રાથમિક જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમિયાન ચીને ફરી એકવાર પોતાના મિત્ર દેશ પાકિસ્તાનને મદદનો હાથ લંબાવ્યો છે. જેના કારણે પાકિસ્તાનને આશા છે કે તે ટૂંક સમયમાં આર્થિક સંકટમાંથી બહાર આવી જશે.

પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે શુક્રવારે જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડે 1.3 બિલિયન ડોલરની લોનના રોલઓવરને મંજૂરી આપી છે, જે ઘટતા વિદેશી મુદ્રા ભંડારને વધારવામાં મદદ કરશે. નોંધનીય છે કે ગરીબી સામે ઝઝૂમી રહેલું પાકિસ્તાન આખી દુનિયાની સામે પોતાનો કોથળો ફેલાવીને મદદની ભીખ માંગી રહ્યું છે.

નાણામંત્રીએ કહ્યું કે ચીન તરફથી મળેલી લોન ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે. તેમણે ટ્વીટ કરીને માહિતી આપી કે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકને પ્રથમ હપ્તામાં 500 મિલિયન મળ્યા છે. ડારે આશા વ્યક્ત કરી હતી કે આનાથી વિદેશી મુદ્રા ભંડાર વધારવામાં મદદ મળશે. આ પહેલા પણ ચીને પાકિસ્તાનને મદદ કરી છે. અગાઉ ચીને પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારને વધારવા માટે 70 કરોડ ડોલરની લોન આપી હતી. જો કે, તે રકમ પાકિસ્તાનની સ્થિતિ સુધારવા માટે અપૂરતી સાબિત થઈ હતી.

નાણામંત્રીએ પાકિસ્તાનના ડિફોલ્ટ રિસ્ક પર શું કહ્યુ

પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે કહ્યું કે જૂનમાં ચાલુ નાણાકીય વર્ષ સમાપ્ત થયા બાદ તેણે 5 અબજ ડોલરનું દેવું ચૂકવવાનું છે, જેના માટે વિદેશી ભંડોળની જરૂર પડશે. ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જ પાકિસ્તાનને વધુ બાહ્ય ધિરાણ મળશે. પાકિસ્તાનના ડિફોલ્ટની આશંકા પર નાણામંત્રીએ કહ્યું કે જો અલ્લાહની ઈચ્છા હશે તો અમે આ દેશને આ કપરી પરિસ્થિતિમાંથી બહાર કાઢીશું.

નોંધનીય છે કે આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાન વિશ્વભરમાંથી મદદની અપીલ કરી છે. પાકિસ્તાન પર દેવાની વાત કરીએ તો કુલ દેવું 100 અબજ ડોલર છે. ખાસ વાત એ છે કે આમાંથી 30 ટકા એકલા ચીનમાંથી છે.

Russia Ukraine War: શું પુતિન હવે યુક્રેન પર આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા છે? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં બંને દેશોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ ક્ષણે યુદ્ધના અંતના કોઈ સંકેતો નથી. દરમિયાન, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે યુક્રેનિયનો પર સામૂહિક આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ગયા વર્ષે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનને અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશો તરફથી સતત સમર્થન મળી રહ્યું છે.

પુતિન યુક્રેન પર આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા છે?

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની સેનાને યુક્રેનમાં "સામૂહિક આત્મઘાતી હુમલા" કરવાનો આદેશ આપવાની યોજના બનાવી રહ્યા છે. આ ઓર્ડર આગામી ત્રણ મહિના માટે હોઈ શકે છે. યુક્રેન પર રશિયાના આક્રમણના ગોપનીય મૂલ્યાંકનને ટાંકીને, ધ મિરરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લશ્કરી નબળાઈ, નિષ્ફળતા અને મૃત્યુ એ કારણો છે જેના કારણે પુતિન આ નિર્ણયનો આશરો લઈ શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget