ચીને માત્ર 28 કલાકમાં 10 માળની બિલ્ડિંગ બનાવી દીધી, જાણો કઈ ટેકનોલોજીનો કરાયો છે ઉપયોગ ?
બ્રોડ ગ્રૂપની આ લિવિંગ સિસ્ટમની સૌથી વધારે નોંધપાત્ર ખાસિયત એ છે કે દરેકે દરેક બિલ્ડિંગ મોડયૂલ એકમને ફોલ્ડ કરવામાં આવે ત્યારે શિપિંગ કન્ટેનર તરીકે સમાન ડાઇમેન્શન્સ ધરાવે છે.
ઊંચામાં ઊંચી ઈમારત બનાવવા માટે સામાન્ય રીતે મહિનાઓ અથવા વર્ષો લાગી જાય છે. પરંતુ ચીનની એક કંપનીએ 10 માળની બિલ્ડિંગ બનાવવા માટે પ્લાનિંગ તો કર્યું પરંતુ એટલો ઓછો સમય લીધો કે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. આ બિલ્ડિંગને માત્ર 28 કલાક 45 મિનિટમાં તૈયાર કરવામાં આવી.
ચીનના ચાંગ્શામા બ્રોડ ગ્રૂપે પ્રી-ફેબ્રિકેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ઇમારત ઊભી કરી દીધી છે અને તેનો વીડિયો તૈયાર કરીને તેને સોશિયલ મીડિયા પર પણ શેર કરી દીધો છે. હાલમાં આ વીડિયો જોરદાર વાઇરલ થઇ રહ્યો છે. લોકો વિચારી રહ્યા છે કે આવું કેવી રીતે થઇ શકે અને તે અંગે વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.
હકીકતમાં આ ઈમારતને ઉભી કરવા માટે પ્રિ-ફેબ્રિકેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત ઈમારતનું નિર્માણ સેલ્ફ-કન્ટેન્ડ મોડ્યુલર યુનિટ્સને ભેગા કરીને કરવામાં આવે છે, જે પહેલાથી જ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યા હોય છે.
બ્રોડ ગ્રૂપની આ લિવિંગ સિસ્ટમની સૌથી વધારે નોંધપાત્ર ખાસિયત એ છે કે દરેકે દરેક બિલ્ડિંગ મોડયૂલ એકમને ફોલ્ડ કરવામાં આવે ત્યારે શિપિંગ કન્ટેનર તરીકે સમાન ડાઇમેન્શન્સ ધરાવે છે. જેતી તેનું વહન કરવામાં ભારે સરળતા રહે છે અને ઇન્સ્ટોલ કરવું પણ સરળ પડે છે. ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવેલા બિલ્ડિંગના તમામ હિસ્સાને તેના નિર્માણના સ્થળ પર લાવી દેવામાં આવ્યા હતાં.
પહેલાથી જ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવેલા ઈમારતના કન્ટેનરને બાંધકામના સ્થળે લાવવામાં આવ્યા. આ કન્ટેનરને એક બીજાની ઉપર રાખીને બોલ્ટની મદદથી એકસાથે જોડીને આખી ઈમારત તૈયાર કરવામાં આવી. બાદમાં વીજળી અને પાણીનું કનેક્શન કરવામાં આવ્યું.
BUILDING TEN STOREYS IN ONE DAY, BROAD Living Building https://t.co/LqiUyInMLE via @YouTube
— BROAD Group (@BROAD_ltd) June 13, 2021
રિપોર્ટ મુજબ જો મજબૂતીની વાત કરવામાં આવે તો જે સ્ટીલનો સ્લેબ ઉપયોગ કરવામાં આવે છે, તે પારંપારિક રૂપે ઉપયોગ કરવામાં આવતા સ્લેબ કરતાં 10 ગણો વજનમાં હળવો અને 100 ગણો મજબૂત હોય છે. કંપનીનો દાવો છે કે તે ભૂકંપ રહિત છે અને મજબૂત પણ લોકો ચર્ચા કરી રહ્યા છે કે કન્સ્ટ્રક્શનની દુનિયામાં આ ક્રાંતિ સમાન છે.