China : શિયાળો આવતા જ ચીનમાં ફરી કોરોનાનું ભૂત ધુણ્યું, અનેક શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ
ચીનમાં ગત દિવસે 28,000 થી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગુઆંગડોંગ પ્રાંત અને ચોંગકિંગ શહેરમાં અનુક્રમે 16,000 અને 6,300 થી વધુ કેસ નોંધાયા હતાં. બેઇજિંગમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે.
China Corona Virus : દુનિયા આખીને કોરોના વાયરસના ભરડામાં લાવનાર ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસ અચાનક વધવા લાગતા ચિંતાના વાદળો છવાવવા લાગ્યા છે. કોરોનાના કેસોમાં થયેલા અચાનક વચારાથી રાજધાની બેઈજીંગમાં ફરી એકવાર આકરા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
ચીનની રાજધાની બેઈજીંગમાં ઘણા સમય બાદ અચાનક જ કોરોનાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવતા સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ ચિંતિત બન્યા છે. શહેરમાં શાળાઓને પણ ઓનલાઈન ક્લાસ લેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે રેસ્ટોરન્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને ઘરેથી જ કામ કરવાની સલાહ આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીનમાં ગત દિવસે 28,000 થી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગુઆંગડોંગ પ્રાંત અને ચોંગકિંગ શહેરમાં અનુક્રમે 16,000 અને 6,300 થી વધુ કેસ નોંધાયા હતાં. બેઇજિંગમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યાં રવિવારે રાજધાનીમાં 621 કેસ નોંધાયા હતા. બીજી તરફ, મંગળવારે તેમની સંખ્યા બમણીથી વધુ વધીને 1,438 થઈ ગઈ.
કોવિડના કેસોમાં સતત વધારો થવાથી સ્થાનિક અધિકારીઓને મોટા શહેરોમાં વિસ્તૃત પરીક્ષણ અને લોકડાઉન લાદવાની ફરજ પડી છે. જો કે, રાજધાનીમાં વ્યાપક પ્રમાણમાં શટડાઉનની સ્થિતિ નથી ઉભી થઈ. સપ્તાહના અંતે, અધિકારીઓએ રહેવાસીઓને ઘરે રહેવાની અને જિલ્લાઓ વચ્ચે મુસાફરી ન કરવાની સલાહ આપી.
ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. મંગળવારે રાજધાની બેઇજિંગમાં કોવિડ કેસની સંખ્યામાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. આ પછી શહેરમાં ફરી એકવાર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. શાળાઓને પણ ઓનલાઈન વર્ગો લેવા માટે કહેવામાં આવ્યું હતું અને રેસ્ટોરાં પણ બંધ કરવામાં આવી હતી. આ સાથે લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
ઘણા શહેરોમાં લોકડાઉન જેવી હાલત
મીડિયા અહેવાલ અનુસાર, ચીનના અનેક મોટા શહેરોમાં ઘણા પ્રવાસન સ્થળો, જીમ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા હતાં. કોન્સર્ટ જેવા મોટા પાયે કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચીનના ઘણા શહેરોએ ગયા અઠવાડિયે મોટા પાયે કોવિડ ટેસ્ટિંગ બંધ કરી દીધું હતું. જો કે, હવે ફરી એકવાર કેટલાક શહેરોએ ફરી કોરોના પરીક્ષણનો આગ્રહ કર્યો.
ટેસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચાયો
જેમ કે શિજિયાઝુઆંગમાં સ્થાનિક અધિકારીઓએ કોરોના ટેસ્ટિંગ બંધ કરી દીધું હતું, પરંતુ કેસમાં વધારો થતાં જ સૌથી પહેલા લોકડાઉન લગાવવામાં આવ્યું હતું.