શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદ ચીને શું આપી પ્રતિક્રિયા, જાણો
બિજિંગ: ભારતીય વાયુસેનાએ 12 મિરાજ-2000 વિમાનો દ્વારા પીઓકેમાં ધમધમતા 12 આતંકી કેમ્પોને ઉડાવી દીધા, એરફોર્સના આ એટેકમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના 350થી વધુ આતંકીઓ ઠાર માર્યા છે. ત્યારબાદ ચીનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ચીને મંગળવારે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા માટે આહ્વાન કર્યું છે અને નવી દિલ્હીને આતંવાદ સામે પોતાની લડાઈ અંતરરાષ્ટ્રીય સહયોગના માધ્યમથી ચાલુ રાખવાનું કહ્યું છે.
ચીનની આ ટીપ્પણી પાકિસ્તાનમાં જૈશ એ મોહમ્મદના સૌથી મોટા આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાના વિમાનોના હુમલા બાદ આવી છે. પાકિસ્તાનમાં આતંવાદી કેમ્પો પર ભારતે હવાઈ હુમલાના સંબંધમાં ચીનમાં પ્રતિક્રિયા પુછવા પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે મીડિયાને કહ્યું, હું કહેવા માંગુ છુ કે ભારત અને પાકિસ્તાન દક્ષિણ એશિયામાં બે મહત્વપૂર્ણ દેશ છે. બંને વચ્ચે મધુર સંબધ અને સહયોગ બંને દેશના હિતમાં છે અને દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે મુખ્ય છે.
વાંચો : ભારતે PoKમાં કરેલા હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડરો પર હાઈએલર્ટ
તેમણે કહ્યું, અમને આશા છે કે ભારત અને પાકિસ્તાન સંયમ રાખશે તથા પોતાના દ્વપક્ષીય સંબંધોને પરસ્પર મજબૂત કરશે. પુલવામાં હુમલા બાદ ઝડપી કાર્યવાહી કરતા ભારતે મંગળવારે પાકિસ્તાન સ્થિત આતંકી જૈશે મોહમ્મદના સૌથી મોટા કેમ્પને ધ્વસ્ત કરી દિધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion