શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનની ધમકીઃ સિંધુનું પાણી રોક્યું તો ચીન રોકશે બ્રહ્મપુત્ર નદી
નવી દિલ્લીઃ સિંધુ નદીનું પાણી રોકવાના અહેવાલને લઇને પાકિસ્તાન ગભરાઇ ગયું છે. પાકિસ્તાનનું કહેવું છે કે જો સિંધુનું પાણી ભારત રોકી દેશો તો ચીન બ્રહ્મપુત્રનું પાણી રોકી દેશે. નોંધનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ સિંધુ પાણી રોકવાને લઇને એકસપર્ટ અને અધિકારીઓની બેઠક બોલાવી હતી. પાકિસ્તાની અધિકારીઓએ આ વાતને લઇને વર્લ્ડ બેન્ક સુધી ફરિયાદ નોઁધાવી હતી.
વડાપ્રધાન મોદીએ સિંધુ નદી કરારને લઇને બેઠક બોલાવતા પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાની વડાપ્રધાનના સલાહકાર સરતાઝ અઝીઝે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સિંધુનો બદલો બ્રહ્મપુત્રથી લેવાની ધમકી આપી હતી. બ્રહ્મપુત્રથી પાકિસ્તાન સાથે કાંઇ લેવા દેવા નથી પરંતુ ચીન અને પાકિસ્તાનમાં મિત્રતા હોવાના કારણે પાકિસ્તાન આવું કહી રહ્યું છે. બ્રહ્મપુત્ર નદી ચીનથી નીકળીને બ્રહ્મપુત્ર નદી ભારતના અસમમાં થઇને બાંગ્લાદેશમાં વહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement