શોધખોળ કરો
Advertisement
વિશ્વની પ્રથમ કોરોના વેક્સીનને મંજૂરી આપવાની તૈયારીમાં રશિયા, 10 ઓગસ્ટ સુધીમાં થઈ શકે છે લોન્ચ
રશિયન અધિકારીએ સીએનએને જણાવ્યું કે વેક્સીનની મંજૂરી માટે 10 ઓગસ્ટ કે તેની પહેલાની તારીખ પર કામ કરી રહ્યા છીએ.
મોસ્કોઃ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વની આર્થિક અને સામાજિક રીતે કમર તોડી નાંખી છે. હાલ દરેક લોકો કોરોના રસીની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રશિયાથી સારા સમાચાર આવ્યા છે. રશિયા બે સપ્તાહની અંદર વિશ્વમાં પ્રથમ કોરોનાની રસીને મંજૂરી આપી શકે છે.
આ જાણકારી સીએનએનના રિપોર્ટમાં આપવામાં આવી છે. રશિયન અધિકારીએ સીએનએને જણાવ્યું કે વેક્સીનની મંજૂરી માટે 10 ઓગસ્ટ કે તેની પહેલાની તારીખ પર કામ કરી રહ્યા છીએ. આ વેક્સીન મોસ્કો સ્થિત ગમલેયા ઈન્સ્ટિટ્યૂટે બનાવી છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વેક્સીનને પબ્લિક યૂઝ માટે મંજૂરી અપાશે. ફ્રન્ટલાઇન હેલ્થકેયર વર્કર્સને વેક્સીન પહેલા આપવામાં આવશે. પરંતુ રશિયાએ હજુ સુધી વેક્સીનના ટ્રાયલના કોઈ ડેટા જાહેર કર્યા નથી. આ કારણે તેની અસરકારતા અંગે કોઈ ટિપ્પણી ન કરી શકાય. આલોચકોના કહેવા પ્રમાણે વેક્સીન જલદી લોન્ચ કરવાનું એક રાજકીય દબાણ છે. જે રશિયાને એક વૈશ્વિક વૈજ્ઞાનિક શક્તિના રૂપમાં દર્શાવવા આતુર છે. આ ઉપરાંત વેક્સીનના અધૂરા હ્યુમન ટ્રાયલ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
રશિયન વેક્સીને તેનો બીજો તબક્કો પણ પૂરો કરવાનો બાકી છે. ડેવલપરે 3 ઓગસ્ટ સુધી તેને પૂરો કરવાની યોજના બનાવી છે. જે બાદ ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરાશે. રશિયન વૈજ્ઞાનિકોએ કહ્યું કે, વેક્સીન જલદી તૈયાર કરી લેવામાં આવી છે, કારણકે તે પહેલાથી જ અન્ય બીમારી સામે લડવામાં સક્ષમ છે. આ દ્રષ્ટિકોણ અન્ય દેશોની કંપનીનો છે.
રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે, રશિયન સૈનિકોએ હ્યુમન ટ્રાયલમાં વોલંટિયર્સ તરીકે કામ કર્યું છે. અધિકારીઓના કહેવા મુજબ રશિયામાં વધી રહેલા કોરોના સંક્ટના કારણે દવાને મંજૂરી આપવાની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 82 લાખથી વધારે કોરોના મામલા સામે આવી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement