હવે મોબાઈલ ફોનની સ્ક્રીનથી થશે Corona ટેસ્ટ, જાણો કેવી રીતે કામ કરશે આ ટેકનિક
આ પરંપરાગત પીસીઆર ટેસ્ટની તુલનામાં સસ્તુ અને ઓછું જોખમી છે.
હવે લોકોના નાકમાંથી સીધા જ સ્વેબ લેવાની જગ્યાએ સ્માર્ટ ફોનની સ્ક્રીનથી કોરોના સંક્રમિત લોકોની ઓળખ કરવામં આવશે. પીસીઆર ટેસ્ટના બદલે નિયમિત નસલ સ્વેબની ઓળખ હવે ફોનની સ્ક્રીન તસવીર ખેંચીને કરી શકાશે.
નવી ટેસ્ટિંગ પદ્ધતિને ફોન સ્ક્રીન ટેસ્ટિંગ (પીઓએસટી) કહેવામાં આવે છે. યૂનિવર્સિટી કોલેજ લંડનના નેતૃત્વમાં સંશોધકોએ વૈશ્વિક મહામારી કોરોનાના ટેસ્ટ માટે ચોક્કસ, સસ્તી અને સુલભ રીત શોધી કાઢી છે. તેમાં સંક્રમણના લક્ષણ હોય તેવા લોકોના સ્વેબના નમૂનાની ઓળખ મોબાઈલ ફોનની સ્ક્રીનથી જ થઈ જશે. 81થી 100 ટકા કોરોના સંક્રમિત લોકોની મોબાઈલ ફોન દ્વારા જ વાયરસની ઓળખ કરવામાં આવી છે. તેમાં બીમારીના લક્ષણ સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા. માટે સ્પષ્ટ વાયરલ લક્ષણવાળા લોકોમાં આ ટેસ્ટના પરિણામ એટલા જ સ્પષ્ટ છે જેટલા એન્ટિજન લેટ્ર્લ ફ્લો ટેસ્ટ દ્વારા મળે છે.
આ છે ટેસ્ટિંગ પ્રોસેસની ખાસિયત
- આ પરીક્ષણ ગરીબ દ શો માટે સારો વિકલ્પ છે કારણ કે તેમાં વધારે સંસાધનોની જરૂરત નથી રહેતી. ફોન સ્ક્રીન ટેસ્ટિંગ (પીઓએસટી)ના નમૂના લેવામાં એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને તેના માટે કોઈપણ ડોક્ટરની જરૂરત નથી રહેતી.
- ફોન સ્ક્રીન ટેસ્ટિંગ (PoST) એ એક મેડિકલ ટેસ્ટિંગ હોવાની જગ્યાએ પર્યાવરણ આધારિત ટેસ્ટિંગ છે.
- ઉપરાંત આ પરંપરાગત પીસીઆર ટેસ્ટની તુલનામાં સસ્તુ અને ઓછું જોખમી છે.
- ચિલીના એક સ્ટાર્ટઅપ ડાયગ્નોસિસ બાયોટેકના સંશોધકોએ પણ કહ્યું છે કે, સંક્રમણને ફેલાતું અટકાવવા માટે નિયમિત ટેસ્ટિંગ જરૂરી છે.
- ગરીબ દેશોમાં આવું કરવું મુશ્કલે છે. માટે આ ટેસ્ટિંગ પદ્ધતિ તેમના માટે કારગર હશે.
- સંશોધકોએ ઉલ્લેખ કર્યો છે કે, કોરોનાનું વૈશ્વિક સ્તરે એક્ટિવ સ્ક્રીનિંગ હજુ પણ એક પ્રાથમિકતા છે કારણ કે નવા વેરિઅન્ટ સામે આવતા જ રહે છે અને અનેક દેશોમાં રસીકરણ રોલઆઉટની કોઈ ગેરેન્ટી નથી.
ધીમે ધીમે વિકરાળ થઈ રહ્યો છે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ, 85 દેશોમાં સામે આવ્યા કેસ