શોધખોળ કરો

આ દેશમાં કોરોનાની રસી લેનારને ગાંજો, બીઅર, ફ્રી રાઈડ અને રોકડ જેવી ઓફર મળી રહી છે

જોકે લોકોને કોરોના રસીના બદલામાં લાલચરૂપે લાલચરૂપે રોકડ, બીઅર કે ગાંજા જેવા નશીલા પદાર્થો તથા ફ્રી રાઇડ આપવા મુદ્દે ન્યૂયોર્ક યુનિ.ના પ્રો. આર્થર કેપલનનું કહેવું છે કે, મ કરવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધવાની નથી.

અમેરિકામાં અત્યાર સુધીમાં 32 ટકા લોકોને કોરોના રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. તેમ છતાં દેશમાં રસીકરણ અભિયાનને વધારે ઝડપી બનાવવા મટે સરકાર અનેક પ્રોત્સાહનની જાહેરાત કરી રહી છે. મેરિલેન્ડમાં સરકાર કર્મચારીઓને 100 ડોલર (અંદાજે 7,500 રૂ.) આપે છે જ્યારે ડેટ્રોઇટમાં ફ્રી રાઇડ સાથે 50 ડોલર (અંદાજે 3,750 રૂ.) અપાય છે.

ન્યૂજર્સીમાં રસીના એક ડોઝના બદલામાં બીઅરનું એક કેન તથા મિશિગનમાં તો ગાંજો મફત અપાય છે. સાથે જ ઘણી કંપનીઓ રસી લેનારને 2 દિવસની રજા આપે છે. તમામ કર્મચારીઓનું રસીકરણ કરાવી લેનારી કંપનીઓને ટેક્સમાં છૂટ અને સુરક્ષા પ્રમાણપત્ર અપાય છે. ફ્લોરિડા, કેલિફોર્નિયામાં ઘણી કંપનીઓ તે માટે બોનસની પણ જાહેરાત કરી ચૂકી છે.

જોકે લોકોને કોરોના રસીના બદલામાં લાલચરૂપે લાલચરૂપે રોકડ, બીઅર કે ગાંજા જેવા નશીલા પદાર્થો તથા ફ્રી રાઇડ આપવા મુદ્દે ન્યૂયોર્ક યુનિ.ના પ્રો. આર્થર કેપલનનું કહેવું છે કે, મ કરવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધવાની નથી. લોકોને 100 ડોલરની લાલચ આપવાને બદલે તેમને સમજાવવું જોઈએ કે લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવાની શા માટે જરૂર છે?

નોંધનીય છે કે, આ પહેલા ચીનમાંથી પણ કોરોના રસીના બદલામાં આવી જ લાલચ અને ઓફર આપવાના સમાચાર સામે આવ્યા હતા. ચીનમાં જે લોકો રસી લેતા નહોતા તેમને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેમને મફત ઇંડા, કરિયાણા અને અન્ય સામાન પર ડિસ્કાઉન્ટ અને કૂપન આપવામાં આવી રહ્યા છે. જેનો સરકારને ફાયદો પણ થયો છે. લોકો હવે રસી લેવા માટે આવી રહ્યા છે અને રસીકરણ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ચીનમાં રસીકરણની ધીમી શરૂઆત બાદ હવે દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે. જેમાં આ ઓફરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. માત્ર 26 માર્ચના દિવસે જ ચીનમાં 61 લાખ ડોઝ રસી આપવામાં આવી હતી. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે જૂન મહિના સુધીમાં દેશના 56 કરોડ લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે.

વર્ષ 2019માં ચીનમાં કોરોના વાયરસ ફેલાવાવનો શરૂ થયો હતો. 2020ના વર્ષમાં ચીની સરકારે હુબેઇ પ્રાંતમાં બે મહિના કરતા વધારે સમયનું લોકડાઉન લગાવ્યું. ચીને કડક નિયંત્રણો અને ત્વરિત લોકડાઉનના કારણે કોરોના પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે હવે રસીકરણ માટે તેઓ લોકોને વિવિધ ઓફર આપી રહ્યા છે.

ચીનમાં જ્યારે પણ કરોનાનો પ્રકોપ ઓછો થયો કે તરત જ લોકડાઉનમા છૂટ આપવામાં આવતી અને જેવો જ પ્રકોપ વધી જાય કે તર જ ફરીથી નિયમો કડક કરવામાં આવતા હતા. જોકે હવે કોરોના હવે ત્યાં નિયંત્રણમાં છે તો લોકો રસી લેવા નથી માગતા આ જ કારણ છે કે ચીનની સરકારે લોકોને આકર્ષવા માટે ઓફર આપી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget