શોધખોળ કરો
Advertisement
કોરોનાની રસીનો કેટલી હશે મોંઘી ? વૈશ્વિક સંગઠને જણાવ્યો ભાવ, જાણો વિગત
ધનાઢ્ય દેશો માટે કોરોના વેક્સીનની કિંમત મહત્તમ 40 ડોલર (આશરે 3000 રૂપિયા) નક્કી કરવામાં આવી છે.
લંડનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. બે ડઝન જેટલી વેક્સીનને હાલ આંશિક સફળતા મળી છે. આ સ્થિતિમાં વૈશ્વિક કમ્યુનિટીની નજર વેક્સીન તૈયાર થયા બાદ તેની કિંમત કેટલી હશે તેના પર છે.
ડેક્કન હરલ્ડના રિપોર્ટ પ્રમાણે, ધનાઢ્ય દેશો માટે કોરોના વેક્સીનની કિંમત મહત્તમ 40 ડોલર (આશરે 3000 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. યુરોપિયન યુનિયન તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ સસ્તી કિંમત પર વેક્સીન મળે તેવી સંભાવના પણ ચકાસશે.
કોરોના વેક્સીનને લઈ બનેલા ગ્બોલલ ફેડરેશન કોવેક્સ ફેસિલિટીના ચીફ એક્ઝિક્યુટિવ સેટ બર્કલેઝો કહ્યું હાલ વેક્સીનને લઈ કોઈ ટાર્ગેટ રાખવામાં આવ્યો નથી. વેક્સીનને અલગ-અલગ દેશોમાં વિવિધ કિંમતે વહેંચવામાં આવે તેવી શક્યતા છે. ગરીબ દેશોને તે સસ્તી કિંમતમાં મળશે અને ધનિક દેશોએ આ માટે વધારે કિંમત ચૂકવવી પડશે. આ સંગઠનનો હેતુ વેક્સીનના વિકાસ, પ્રોડક્શન અને મોટાભાગ દેશો સુધી પહોંચાડવાનો છે.
WHOની વેબસાઇટ પર 15 જુલાઈના રોજ ઉપલબ્ધ જાણકારી પ્રમાણે 75 દેશોએ કોવેક્સ ફેસિલિટી જોઈન કરવા માટે મંજૂરી આપી છે. વેક્સીન તૈયાર થઈ ગયા બાદ કોવેક્સ ફેસિલિટી તેના સભ્ય દેશો સુધી પહોંચાડવાનું કામ કરશે. 2021ના અંત સુધીમાં 200 કરોડ ડોઝ સભ્ય દેશો સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે.
બર્કલેઝે કહ્યું, કોરના વેક્સીનની દિશામાં હાલ જે સફળતા મળી છે તે આંશિક છે. અમે શક્યતાઓના આધારે કિંમત નક્કી કરવાની કોશિશ કરી રહ્યા છીએ. વેક્સીન પૂરી રીતે તૈયાર થઈ જાય અને અસરકારક સાબિત થયા બાદ જ અસલી કિંમતની ખબર પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement