શોધખોળ કરો
દુનિયામાં કોરોનાની કેટલી વેક્સિન પર ચાલી રહ્યું છે કામ, કેટલા ફેઝનુ હોય છે ટ્રાયલ, જાણો વિગતે
આખી દુનિયામાં કોરોના વાયરસની લગભગ 160 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. આમાંથી 138 પ્રીક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં છે. આમાંથી 17 પહેલા ફેઝમાં, 9 બીજા ફેઝમાં અને ત્રણ વેક્સિન ત્રીજા ફેઝમાં છે. હજુ સુધી કોઇ વેક્સિનને મંજૂરી નથી મળી

લંડનઃ કોરોના મહામારી સામે દુનિયાના તમામ દેશો લડી રહ્યાં છે, અમેરિકાથી લઇને બ્રિટન અને ચીન-ફ્રાન્સ સહિતના દેશો વેક્સિન બનાવવામાં લાગ્યા છે. કેટલાક દેશો દાવો પણ કરી રહ્યાં છે કે તેઓ વેક્સિન બનાવવામાં સક્સેસ ટ્રાયલ કરી ચૂક્યા છે. જોકે, હજુ સુધી આની કોઇ સત્તાવાર માહિતી સામે નથી આવી. ત્યારે આ બધાની વચ્ચે બ્રિટન અને ચીને વેક્સિનનો સફલ ટ્રાયલ કર્યો હોવાની વાત કહી છે. તેમના મતે જો બધુ બરાબર રહેશે તો વેક્સિન સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. લંડનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને ચીનની કેનસીનો બાયલૉજિક્સે કોરોના વાયરસની વેક્સિનનો બીજો તબક્કો સફળતાપૂર્વક પાર કરવાનો દાવો કર્યો છે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જેનર ઇન્સ્ટીટ્યૂટકે નિદેશક એડ્રિયન હિલે કહ્યું બીજા તબક્કામાં હજારથી વધુ લોકો પર પરિક્ષણ બાદ અમને લાગે છે કે પરિણામ સુરક્ષિત અને વિશ્વસનીય રહ્યાં છે. જો બધુ બરાબર રહ્યું તો ઓક્સફોર્ડ યુનિવર્સિટી સપ્ટેમ્બર સુધી વેક્સિનના દસ લાખ ડૉઝ તૈયાર કરી શકે છે. ખાસ વાત એ છે કે, દુનિયામાં મોટા પાયે વેક્સિન બનાવવા પર કામ ચાલી રહ્યું છે, અને તેના સક્સેસ ફેઝમાંથી પસાર પર થઇ રહ્યાં છે. જાણો કઇ વેક્સિન અને તેને બનાવવાની પ્રૉસેસ વિશે.....
આખી દુનિયામાં કોરોના વાયરસની લગભગ 160 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. આમાંથી 138 પ્રીક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં છે. આમાંથી 17 પહેલા ફેઝમાં, 9 બીજા ફેઝમાં અને ત્રણ વેક્સિન ત્રીજા ફેઝમાં છે. હજુ સુધી કોઇ વેક્સિનને મંજૂરી નથી મળી.
કેટલા ફેઝમાં હોય છે વેક્સિનનો ટ્રાયલ..... 1. રિસર્ચ 2. પ્રી ક્લિનિકલ ટ્રાયલ 3. ક્લિનિકલ ટ્રાયલ 4. મંજૂરી 5. ઉત્પાદન 6. ક્વૉલિટી કન્ટ્રૉલ અત્યાર સુધી મોટા ભાગની કંપનીઓ ત્રીજા ફેઝ ક્લિનિકલ ટ્રાયલ સુધી જ પહોંચી શકી છે. ક્લિનિકલ ટ્રાયલમાં પણ ત્રણ તબક્કા હોય છે. પહેલા તબક્કામાં 100થી ઓછા લોકો પર ટ્રાયલ કરવામાં આવે છે. બીજા તબક્કામાં સેંકડો અને ત્રીજા તબક્કામાં હજારો લોકો પર વેક્સિનનો ટ્રાયલ થાય છે.

વધુ વાંચો