11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ?
આગામી દિવસોમાં ઉત્તર ભારત અને પર્વતીય રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાશે.

નવી દિલ્હી: આગામી દિવસોમાં ઉત્તર ભારત અને પર્વતીય રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાશે. હવામાન વિભાગે મેદાની વિસ્તારોમાં પણ હળવા વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 20 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ પછી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 21 અને 23 જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષામાં વધારો થશે.
હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 21 થી 23 જાન્યુઆરી દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. 21 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 19 જાન્યુઆરી સુધી, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. કેરળ અને માહેમાં 19 જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે.
જમ્મુ-કાશ્મીરમાં પારો શૂન્ય રહ્યો
છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઘણા ભાગોમાં પારો શૂન્ય રહ્યો છે. હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 1-5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં તાપમાન 6-10 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું.
આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ
IMD એ 17 થી 19 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ રાજસ્થાનમાં 17 થી 19 અને પૂર્વી રાજસ્થાનમાં 17 થી 18 અને 20 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ જોવા મળશે. 18 જાન્યુઆરીએ ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. ઉત્તર પ્રદેશમાં 17, 18 અને 19 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશમાં 20 જાન્યુઆરી સુધી ધુમ્મસ ચાલુ રહેશે.
અહીં કોલ્ડ ડે અને કોલ્ડ વેવની ચેતવણી
હવામાન વિભાગે રાજસ્થાનમાં 17 જાન્યુઆરીએ અને પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક સ્થળોએ 17-18 જાન્યુઆરીએ કોલ્ડ ડે એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં 17 થી 19 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે એટલે કે 17મી જાન્યુઆરીએ કેટલાક સ્થળોએ કોલ્ડવેવની સંભાવના છે.
ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અમરેલી શહેર સૌથી ઠંડુગાર બન્યું છે. નલિયામાં પણ કાતિલ ઠંડી પડી રહી છે.
Rain: ડાંગમાં વરસાદી ઝાપટું, વાતાવરણ પલટાતા ચીંચલી ગામમાં ખાબક્યો જોરદાર વરસાદ





















